GUJARAT માં શિયાળા કરતા ઉનાળો વધારે ઘાતક રહેશે, અમદાવાદીઓના હાલ થશે બેહાલ

અમદાવાદ : રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થાય છે. બપોરે દાહક ગરમી હોય છે તો રાત્રે ઠંડી લાગે તેવું વાતાવરણ સર્જાતું હોય છે. જો કે…

gujarattak
follow google news

અમદાવાદ : રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થાય છે. બપોરે દાહક ગરમી હોય છે તો રાત્રે ઠંડી લાગે તેવું વાતાવરણ સર્જાતું હોય છે. જો કે હવામાન વિભાગે અત્યારે જ તમારી ઠંડી ઉડાડી દે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. થોડા દિવસ સુધી હજી પણ બેવડી ઋતુનો અનુભવ થશે.

ગરમીમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ વધારો થશે
જો કે આગામી દિવસોમાં ગરમીનો પારો ખુબ જ ઉંચો જવાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે જ સુર્યનારાયણ આગ ઓકવાનું શરૂ કરશે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સ્થિર રહેશે. જો કે ત્યારબાદથી ગરમીમાં ધીરે ધીરે વધારો થવાનું શરૂ થશે.

અમદાવાદમાં વાતાવરણ સુકુ રહેવાના કારણે ઉનાળો વધારે દઝાડશે
અમદાવાદ અંગે હવામાન વિભાગના અનુસાર, અહીં મહત્તમ વાતાવરણ સુકુ રહેતું હોય છે. જેના કારણે ઉનાળાનો પ્રભાવ મહત્તમ જોવા મળશે. જેના આધારે કહી શકાય કે અમદાવાદીઓને આકરા ઉનાળા માટે તૈયાર રહેવું જોઇએ. જે પ્રકારે આ વખતે શિયાળો પ્રમાણમાં વધારે આકરો રહ્યો તે પ્રકારે ઉનાળો પણ પ્રમાણમાં આકરો જ રહેવાની શક્યતા છે.

    follow whatsapp