અમદાવાદઃ હાલમાં જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાને લઈને આગાહી કરવામાં આવી હતી. જે પછી હવે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં તાપમાનને લઈને આગાહી કરવામમાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે શુક્રવાર સવારથી જ અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું બની ગયું હતું. ગત રાત્રે નરોડા, સૈજપુર સહિતના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ કે વરસાદી છાંટા પણ પડ્યા હતા.
ADVERTISEMENT
આનંદો… ખેડૂતોને વીજ લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મળી મુક્તિ
મોટાભાગના શહેરોમાં તાપમાન 3થી 4 ડિગ્રી વધશેઃ હવામાન વિભાગ
અમદાવાદમાં ગત મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા તો આજે શુક્રવારે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે એક તરફ ખેડૂતોમાં ભારોભાર ચિંતાનો માહોલ પણ છે. આજે અમાદવાદમાં વાદળછાયા વાતાવરણ અને સમાન્ય ઠંડા પવન ફૂંકાતા તાપસમાનનો પારો પણ નીચે ગયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે અમદાવાદમાં બે દિવસ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ કહ્યું હતું કે, આવતીકાલથી કમોસમી વરસાદથી થોડી રાહત મળશે.
તેમણે કહ્યું હતું કે મોટાભાગના શહેરોમાં 3થી 4 ડિગ્રી જેટલું તાપમાન વધશે. તથા બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓને લઈને તીવ્ર ગરમીનો અનુભવ થશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT