Surat માં એક પછી એક ખુબ જ ચોંકાવનારા અને વિચિત્ર કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવતીએ ગુગલના કારણે આપઘાત કરી લીધો છે. ગુગલ તેને વ્યક્તિ હોય તેવો આભાસ થવા લાગ્યો હતો. મોબાઇલનીએવી લત પડી કે ગુગલ તેની સાથે બોલતું અને વાતો કરતું હોય તેવું લાગવા લાગ્યું હતું. જેના કારણે તેના પરિવારે સમગ્ર મામલે યુવતીને મનોચિકિત્સકને દેખાડ્યું હતું.
ADVERTISEMENT
મનોચિકિત્સકે મોબાઇલની લત્ત છોડાવા જણાવ્યું હતું
મનોચિકિત્સકે મોબાઇલની લત છોડાવવાનું જણાવતા યુવતીને એક મહિનાથી ફોન આપ્યો નહોતો. જેથી યુવતી છેલ્લા એક મહિનાથી જ ફોન આપવામાં આવ્યો નહોતો. જેના કારણે યુવતી ખુબ જ ટેન્શનમાં રહેતી હતી. પરિવાર ફોનની આદત છોડાવવાના પ્રયાસથી પરેશાન યુવતીએ આખરે આપઘાત કરી લીધો હતો.
વિશાખા રાણા નામની યુવતીએ આપઘાત કરી લીધો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગોપીપુરા વિસ્તારની વિશાખા રાણા નામની યુવતીએ ચહેરાની એક્સરસાઇઝ કરવા માટે ગુગલ સર્ચ કર્યું હતું. જો કે ત્યાર બાદ યુવતીને ધીરે ધીરે ગુગલની લત પડવા લાગી હતી. આખરે તેણે રોજિંદા જીવનમાં ગુગલ કહે તેમ કરવાનું શરૂ કર્યું હતું. ગુગલ ખાવાનો ઇન્કાર કરતું હોવાનો કેમ કરવું અને તેમ ન કરવું તેમ કહેતું હતું. જેથી પરિવાર દ્વારા મનોચિકિત્સકનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ગુગલ દ્વારા સુચના અપાતી હોવાનું યુવતીનું રટણ
મનોચિકિત્સક દ્વારા તેને ફોનથી દુર રહેવાની સુચના આપવામાં આવી હતી. જેના કારણે આખરે તેને ફોનથી દુર રાખવામાં આવતી હતી. જેના પગલે યુવતી લાંબા સમયથી માનસિક ટેન્શનમાં રહેતી હતી. આખરે ફોન નહી મળતા ગુગલ તેને મરવા માટેનું કહેવા લાગ્યું હતું. આખરે યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ માની રહી છે. શનિવારે સાંજે નોકરીથી આવીને વિશાખાએ આપઘાત કરી લીધો હતો. હાલ તો આવો કિસ્સો પ્રકાશમાં આવતા માતા પિતા સામે લાલબત્તિ સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરતમાંથી વધારે એક ચોંકાવનારી ઘટના
વિશાખા રાણા સુરતના ગોપીપુરાના મોટી છીપવાડા વિસ્તારમાં રહે છે. મોબાઇલની લતનો શિકાર બનવાને કારણે તે માનસિક રોગી બની. આખરે ગુગલના કારણે તેણે આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. તેના અનુસાર Google ખાવાનો ઇન્કાર કરતું હતું. Google મરી જવાની વાત કરતું હતું. Google જ તેને કંટ્રોલ કરે છે તેવું લાગતું હતું. હાલ તો વિશાખાની આત્મહત્યાને પગલે સમગ્ર પરિવાર સ્તબ્ધ બન્યો છે.
ADVERTISEMENT