વડોદરા પોલીસે મોડી રાત્રે આખા ગામને ઘેરી લીધું, ઘરે ઘરે 2 પોલીસ જવાનો અને…

વડોદરા : બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડનો આરોપી જટુભા રાઠોડ ફરાર થઇ ગયો હતો જો કે વડોદરા પોલીસે તેને ઝડપી લીધો છે. વડોદરા પોલીસને બાતમી મળી હતી…

gujarattak
follow google news

વડોદરા : બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડનો આરોપી જટુભા રાઠોડ ફરાર થઇ ગયો હતો જો કે વડોદરા પોલીસે તેને ઝડપી લીધો છે. વડોદરા પોલીસને બાતમી મળી હતી કે તે પોતાના સસરાના ઘરે છુપાયો હોવાની બાતમી મળી હતી. જેના પગલે પોલીસે સંપુર્ણ સજ્જતા સાથે દરોડા પાડ્યા હતા જેમાં આરોપી જટુભા ઝડપાઇ ગયો હતો.

મંગળવારે રાત્રે 8 વાગ્યે વરસતા વરસાદમાં પોલીસ પરથમપુરા ગામમાં પ્રવેશી હતી. પોલીસે પહોંચતાની સાથે જ સૌથી પહેલા ગામમાંથી બહાર નિકળવાનાં પાંચેય રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. જટુભાના સસરાનું ઘર હરસિદ્ધી માતાના મંદિર નજીક રહે છે પરંતુ કયું ઘર હતું તે અંગે ચોક્કસ માહિતી નહોતી. જેથી આસપાસનાં 9 ઘરોની બંન્ને તરફ પોલીસ કોન્સ્ટેબલો ગોઠવી દેવાયા હતા. એક પછી એક ઘરમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું.

પોલીસ સંપુર્ણ હથિયારોથી સજ્જ થઇને દરોડો પાડી રહી હતી. ત્રીજા ઘરમાં જ્યારે દરવાજો ખોલ્યો તો આરોપી બુટ પહેરી રહ્યો હતો. તેની સામે લોડેડ રિવોલ્વર તાકતાની સાથે જ તે ઢીલો પડી ગયો હતો. સાહેબ હું ગામ છોડવાની તૈયારીમાં જ હતો ત્યાં તમે આવી પહોંચ્યા તેમ કહીને પોતાની જાતને સરેન્ડર કરી દીધી હતી. તત્કાલ પોલીસ કાફલો આરોપીને લઇને રવાના થયો હતો. આ અંગે સ્થાનિક પોલીસ તંત્રને જાણ કર્યા બાદ તેને બોટાદ પોલીસને સોંપી દેવાયો હતો.

    follow whatsapp