કૌશિક કાંટેચા/કચ્છ : સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ રણોત્સવ માટે વિશેષ પ્રવાસીઓ કચ્છ આવે છે. હવે કચ્છનાં સફેદ રણમાં પ્રખ્યાત રણોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. રણોત્સવ 26 ઓક્ટોમ્બરથી 28 ફેબ્રઆરી સુધી ચાલશે. આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓને જો કે આ વખતે એકદમ અલગ જ થીમ જોવા મળશે.
ADVERTISEMENT
સરકાર સતત રણોત્સવને વેગ આપવા માટે અવનવી પહેલ કરે છે.
રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે. ગત વર્ષે પણ કોરોનાના કારણે પ્રતિબધો વચ્ચે લોકોએ અહીં આવી હળવાશની પળો માણી હતી. આ વર્ષે કોરોનાનો કહેર મહદઅંશે તેમજ આંતરરાષ્ટ્રીય આવાગમન પર કોઈ કોઈ પ્રકારના પ્રતિબંધ ન હોતાં રણોત્સવમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે તેવી શક્યતા તંત્રને લાગી રહી છે.
રણોત્સવ વહેલુ શરૂ કરી દેવામાં આવશે
હર વર્ષે નવેમ્બર મહિનાથી શરૂ થતું ટેન્ટ સિટી આ વર્ષે થોડા દિવસ વહેલું એટલે કે ઓકટોબર મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થશે. રણોત્સવના ટેન્ટ સિટીના સંચાલકો અનુસાર આ વર્ષે 26 ઓકટોબરથી ટેન્ટ સિટીનો શુભારંભ કરવામાં આવશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેન્ટ સિટીની થીમ રણ કે રંગ રાખવામાં આવશે. જેના થકી લોકો કચ્છની સંસ્કૃતિના રંગોના દર્શન કરી શકશે તેવું પ્રવક્તાએ જણાવ્યું હતું.
કોરોના છતા પણ ગત્ત વર્ષે પોણા બે લાખ પ્રવાસી આવ્યા
ગત વર્ષે 112 દિવસ ચાલેલા રણોત્સવ દરમિયાન કુલ 1,71,360 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી 83 જેટલા વિદેશી પ્રવાસી હતા. ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ 28,120 પરમીટ આપવામાં આવી હતી. જેમાંથી 23,888 લોકલ પરમીટનો સમાવેશ થાય છે. ઉપરાંત 4230 ઓનલાઇન પરમીટ હતી. તો આ વર્ષે તંત્રને કુલ રૂ. 1,76,38,700ની આવક થઈ છે.
ટેન્ટ સિટીના સંચાલકો નવી થીમ અને અપગ્રેડેશન સાથે સજ્જ
ટેન્ટ સિટીના સંચાલકના કહ્યા મુજબ આ વર્ષના રણોત્સવ માટે અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ચુક્યું છે. દેશના દરેક ખૂણેથી પ્રવાસીઓ પોતાની બુકિંગ કરાવી રહ્યા છે. આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. ટેન્ટ સિટીમાં રોકાતા પ્રવાસીઓને કચ્છના વિવિધ સ્થળોના દર્શન કરાવવા માટે પણ વિશેષ વ્યવસ્થા રખાઇ છે.
ADVERTISEMENT