ગાંધીનગર: રાજ્યમાં આગામી 15મી એપ્રિલથી નવી જંત્રીનો અમલ થવાનો છે. એવામાં દસ્તાવેજો કરાવવા માટે સબ રજીસ્ટ્રારની કચેરીમાં લાંબી લાઈનો લાગી છે. કચેરીમાં લોકોના ધસારો વધતા રાજ્ય સરકારે શનિવાર અને રવિવારે પણ જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે રાજ્યમાં બે દિવસ તમામ સબ રજીસ્ટ્રારની કચેરીઓ બંધ રહેશે.
ADVERTISEMENT
કેમ બંધ રહેશે સબ રજીસ્ટ્રાર કચેરી?
રાજ્યમાં આગામી 24 અને 25મી એપ્રિલના રોજ ટેકનિકલ કારણોસર તમામ સબ રજીસ્ટ્રારની કચેરીઓ બંધ રહેશે. હકીકતમાં અદાઉ 11 અને 25 માર્ચ તથા 4, 7 એપ્રિલના રોજ જાહેર રજાના દિવસે સરકારે દસ્તાવેજની નોંધણીનું કામકાજ ચાલુ રાખ્યું હતું. જેથી હવે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનિકલ મેઈન્ટેનન્સનું કામ કરવાનું બાકી હતું. જેથી આગામી 24 અને 25 એપ્રિલે કચેરી બંધ રહેશે.
24-25એ એપોઈન્ટમેન્ટ લીધી હોય તેમના માટે શું?
નોંધનીય છે કે, આ બે દિવસ દરમિયાન જો કોઈએ એપોઈન્ટમેન્ટ લીધી હોય તો તેઓ 26થી 29મી એપ્રિલ દરમિયાન દસ્તાવેજની નોંધણી માટે જઈ શકશે. રાજ્યમાં આગામી 15મી એપ્રિલથી નવી જંત્રીનો અમલ કરવામાં આવી રહ્યો છે. એવામાં હાલની સ્થિતિએ મોટી સંખ્યામાં કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT