ગાંધીનગર : ગુજરાત ભાજપમાં એકસાથે 156 સીટ જેવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. જો કે કેટલાક તબક્કામાં નબળુ પ્રદર્શન કરનારા કેટલાક સભ્યો પર પાટિલ પહેલાથી જ બારીક નજર રાખીને બેઠા હતા. હવે સ્થિતિ થાળે પડ્યા બાદ તેઓએ કડક હાથે કાર્યવાહી આરંભી છે. આ ઉપરાંત 2024 ની તૈયારીના ભાગરૂપે પણ અત્યારથી જ સંગઠનના પેગડા કસવાના શરૂ કરી દીધા છે. જેથી પલાણતા સમયે દગો ન મળે.
ADVERTISEMENT
સી.આર પાટીલના આદેશના પગલે બે જિલ્લાનું સંગઠન જ વિખેરી નંખાયું
સી.આર પાટીલના આદેશના પગલે બે જિલ્લાના સંગઠનને તત્કાલ અસરથી વિખેરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બંન્ને જિલ્લાના સંગઠનના વડાઓને પણ હટાવી દેવાયા છે. જો કે ભાજપ પહેલાથી જ શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે તેથી બંન્નેના પ્રમુખો ઐપચારિક રીતે પોતે વિવિધ કારણોસર જવાબદારી નિભાવી શકે તેમ ન હોવાનું રટી રહ્યા છે. જો કે કાર્યવાહી સીધી ગાંધીનગરથી જ કરવામાં આવી છે. બનાસકાંઠા અને દ્વારકાનું સંગઠન વિખેરી નંખાયું છે.
બનાસકાંઠા અને દ્વારકામાં ભાજપને આશા અનુસાર ફળ નહોતું મળ્યું
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે બનાસકાંઠા અને દ્વારકા જિલ્લાની મુખ્ય સમિતી વિખેરી નાખવામાં આવી છે. બંન્ને જિલ્લાની મુખ્ય સમિતી વિખેરી નંખાઇ છે. બંન્ને જિલ્લાના પ્રમુખોએ વ્યક્તિગત્ત કારણોથી જવાબદારી સંભાળવા માટે પ્રતિકુળતા હોવાની રજુઆત કરી હતી. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સામે અનેક પડકારો હતા. વિધાનસભા ચૂંટણીમાં વિપરીત પરિણામો પણ મોટુ કારણ માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની 9 માંથી ફક્ત 4 બેઠકો ભાજપ જીત્યું હતું.
સી.આર પાટીલે બધુ થાળે પડ્યા બાદ સંગઠનની સફાઇ આદરી
જેના કારણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બંન્ને જિલ્લાના સમગ્ર સંગઠનને વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે. દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમાભાઇ જોગલની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હોવાથી તેમની સામે સમગ્ર સંગઠનને વિખેરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિને અયોગ્ય કામગીરીના લીધે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા.
ભાજપ દ્વારા બનાસકાંઠા સહિત ચાર જિલ્લા પ્રમુખો બદલી દેવાયા
ભાજપ દ્વારા બનાસકાંઠાના નવા જીલ્લા પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાની નિમણુંક કરવામાં આવી હતી. દેવભુમિ દ્વારકા મયુરભાઇ ગઢવી, અમરેલી રાજેશ કાબરીયા,સુરેન્દ્રનગરમાં હિતેન્દ્ર ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે.
ADVERTISEMENT