Yuvrajsinh Jadeja: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ફરી ગરમાયું છે. તોડકાંડના આરોપમાં લાંબા સમય સુધી જેલમાં રહીને તાજેતરમાં જ બહાર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ રાજકારણમાં સક્રિય થવાની વાતો કરી હતી. આ વચ્ચે તેઓ યુવરાજસિંહ જાડેજાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સાથેની મુલાકાત અને ભોજન લેતી તસવીરો હાલમાં સામે આવી રહી છે. ત્યારે શું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો લાગી રહી છે.
ADVERTISEMENT
થરાદમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા યુવરાજસિંહ જાડેજા
હકીકતમાં રવિવારે યુવરાજસિંહ જાડેજાની રવિવારે કોંગ્રેસના વાવા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. વિગતો મુજબ, થરાદમાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં યુવરાજસિંહ પહોંચ્યા હતા. આ કાર્યક્રમ બાદ તેમની કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત થઈ હતી. આ બાજ યુવરાજસિંહે કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું અને સાથે બેસીને કેટલીક ચર્ચા પણ કરી હતી. જેની તસવીરો સામે આવી છે. આ અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન હજુ સામે આવ્યું નથી, જોકે ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ કર્યું હતું અને સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ મામલે યુવરાજસિંહ જાડેજાના સપોર્ટમાં હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે યુવરાજસિંહ જાડેજા પર ભાવનગરમાં ડમીકાંડમાં તોડ કરવાનો આરોપ લાગ્યો હતો, જે બાદ ભાવનગર પોલીસે તેમની અટકાયત કરીને ધરપકડ કરી હતી અને તેઓ 3 મહિના સુધી જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયા છે.
ADVERTISEMENT