બોલો લ્યો..! પિતાએ મોબાઈલ ન લઈ આપ્યો તો તરુણીએ કર્યો આપઘાત

દર્શન ઠક્કર, જામનગર: છેલ્લા કેટલાક સમયથી બાળકોથી માંડીને તરુણ અવસ્થા સુધીનાઓમાં મોબાઈલ અને મોબાઈલમાં ગેમ અને સોશ્યલ મીડિયા એપ્સનું એવું ઘેલું લાગ્યું છે. જેને કારણે…

gujarattak
follow google news

દર્શન ઠક્કર, જામનગર: છેલ્લા કેટલાક સમયથી બાળકોથી માંડીને તરુણ અવસ્થા સુધીનાઓમાં મોબાઈલ અને મોબાઈલમાં ગેમ અને સોશ્યલ મીડિયા એપ્સનું એવું ઘેલું લાગ્યું છે. જેને કારણે કોઈ ઘર છોડીને જતા રહે છે તો કોઈ આત્મહત્યા કરી લે છે. તો કોઈ ગુન્હો આચરતા પણ અટકાતા નથી. એવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા ગામે પણ આવી જ એક ઘટના સામે આવી છે.  મોબાઈલ લેવાનીના કહેતા સીમમાં રહેતી 15 વર્ષની તરુણીએ ગઈકાલે શુક્રવારે પોતાના હાથે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવસામે આવ્યો છે.

મૃતક તરૂણી જે 11 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તેણે મોબાઈલ ફોન લેવા માટે પોતાના પિતાને વાત કરી હતી. પિતાએ મોબાઈલ ફોન અપાવવાની ના કહેતા આ બાબતે તેણીને મનમાં લાગી આવવાના કારણે તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગેની નોંધ મૃતકના પિતા સુભાષભાઈ વલ્લભભાઈ પરમારે ભાણવડ પોલીસ મથકમાં કરાવી છે.

પરિવાર શોકમાં ગરકાવ
એક તરફ બાળકોને લઈ માતા પિતા અનેક સપના જોતાં હોય છે. યારે બીજી તરફ માતા પિતાના સપનાને સમજ્યા વગર પોતાની જીદ પર ઉતરી આવતા બાળકો માતા પિતા માટે ક્યારેક આફત સમાન બની જાય છે. ભાણવડમાં તરૂણીએ મોબાઈલ લેવાની જીદથી આપઘાત કરી લેતા પરિવાર પર આફતનું આભ તૂટી પડ્યું હતું. સમગ્ર પરિવાર શોકમય બન્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના અંગે પોલીસમાં જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

    follow whatsapp