આચારસંહિતા અમલીકરણ પછી દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી, કરોડોનો જથ્થો જપ્ત

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે 3 નવેમ્બર 2022થી આચાર સંહિતાનો અમલ કરાયો છે. તેવામાં અત્યારે ચૂંટણી પ્રક્રિયાને મુક્ત અને ન્યાયી…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે 3 નવેમ્બર 2022થી આચાર સંહિતાનો અમલ કરાયો છે. તેવામાં અત્યારે ચૂંટણી પ્રક્રિયાને મુક્ત અને ન્યાયી વાતાવરણ મળી રહે એ કારણોસર તથા કાયદોવ્યવસ્થા જળવાઈ રહે એ માટે કડક કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. આ દરમિયાન 3 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી કરોડો રૂપિયાના દારૂના મુદ્દામાલને કબજે કરાયો છે. જાણો વિગતવાર માહિતી…

ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ રાજ્યમાં 3 નવેમ્બર 2022થી 11 નવેમ્બર 2022 વચ્ચે કુલ 10,050 કેસો દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કુલ 8 હજાર 346 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસોમાં દેશી દારૂ, ભારતીય બનાવટનો દારૂ તથા અન્ય ચીજવસ્તુ સહિત કુલ રૂપિયા 10,18,50,706નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 49,682 (85.69%)હથિયારો જમા કરાયા છે. તથા અન્ય હથિયારો જમા લેવાની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. રાજયમાં 3 નવેમ્બરથી આજના દિવસ સુધી કુલ 16,305 નોન બેઈલેબલ વોરન્ટની બજવણી કરવામાં આવી છે. રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ 26 ગેરકાયદેસર હથિયાર તથા 49 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવ્યો છે. રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ 17 કેસો નોંધી. કુલ 1,01,25,564/નો 129.86 કિ.ગ્રા.નો NDPS પદાર્થ પણ જપ્ત કરાયો છે.

With Input: દુર્ગેશ મહેતા

    follow whatsapp