સંજયસિંહ રાઠોડ/સુરત : ગુજરાતના સુરત શહેરમાંથી એક એવો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેના અંગે સાંભળીને તમે ચોંકી ઉઠશો. સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારની 17 વર્ષીય તરૂણીને અબ્દુલ હામીદ હાસિમ નામનો 47 વર્ષીય પુરૂષ પોતાની પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરીને લઇ ગયો છે. લવ જેહાદ મુદ્દે સુરતના સચિન પોલીસ સ્ટેશમાં અપહરણની ફરિયાદ નોંધાઇ છે.પોલીસે સીસીટીવી તથા મોબાઇલ લોકેશનના આધારે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
લાજપોર ગામમાં ઘટના બાદ સ્થિતિ તંગ
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિન-નવસારી રોડ પર આવેલા લાજપોર ગામમાં રહેતા આદિવાસી પરિવારની ગામની જ મસ્જિદ મહોલ્લમાં રહેતા 47 વર્ષીય અબ્દુલ હાસિમ સાથે નોકરી પર ઓટોમાં આવવા જવા દરમિયાન પરિચય થયો હતો. ઓટો ચાલક અબ્દુલે 17 વર્ષીય યુવતીને લોભ લાલચ આપીને ફસાવી હતી. ગત્ત 8 ઓક્ટોબરે જ્યારે યુવતી સાંજે નોકરીએથી ઘરે પરત નહી આવતા પરિવારે શોધખોળ આદરી હતી. યુવતીના પરિવારે યુવતીને જ્યાં નોકરી જતી હતી ત્યાં પુછપરછ કરી તો માહિતી મળી કે યુવતી નોકરી પર આવી જ નહોતી.
રિક્ષા ચાલકે લલચાવીને યુવતીને ભગાડી
પરિવારે રિક્ષા ચાલક અબ્દુલના ઘરે જઇને પુછપરછ કરતા માહિતી મળી કે તે પણ ગુમ છે. ત્યાર બાદ યુવતીના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. સંપુર્ણ હકીકત પોલીસને જણાવી હતી. પોલીસે યુવતીના પરિવારની ફરિયાદના આધારે ઓટો ચાલક અબ્દુલ હાસિમ વિરુદ્ધ અપહરણ, એટ્રોસિટી અને પોસ્કોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.
પોલીસ લાજપોર ગામમાં સીસીટીવીના આધારે તપાસ આદરી
સુરત પોલીસ એસીબી આર.એલ માવાનીએ જણાવ્યું કે, 8 ઓક્ટોબરે બનેલી આ ઘટના મુદ્દે પોલીસ લાજપોર ગામમાં લાગેલા સીસીટીવીના આધારે તથા મોબાઇલ લોકેશનના આધારે આરોપી અબ્દુલ હાસિમને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવીને તપાસ ચલાવી રહી છે. યુવતી સચિનનાં જ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં નોકરી કરતી હતી. ઓટો ચાલક તેને લેવા અને મુકવા માટે લાવતો લઇ જતો હતો. તરૂણીનું અપહરણ કરનારા ઓટો ડ્રાઇવરની રિક્ષા પલસાણામાંથી મળી આવી છે.
ADVERTISEMENT