બોટાદ : સ્વામિનારાયણ સંપ્રદાય કોઇને કોઇ કારણથી ચર્ચામાં જ રહે છે. જો કે હવે એક ખુબ જ વિચિત્ર કારણથી ચર્ચામાં આવ્યું છે. ગઢડાના ગોપીનાથજી મંદિરમા અજાણ્યા હરિ ભક્ત દ્વારા સોનાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભક્ત માનતા કરવાના નામે ૨૦૦ ગ્રામ સોનું લઈને ફરાર થઇ ગયો હતો.
ADVERTISEMENT
ભક્ત 200 ગ્રામ સોનું લઇને ફરાર થઇ ગયો
ભક્ત દ્રારા સોનાની માનતા હોવાથી નાણાં આપવાની વાત કરી હતી. મંદિર પ્રશાસન દ્રારા નાણા લીધા પહેલા 100 ગ્રામ સોનાની બે લગડી આપવામાં આવી હતી. કાઉન્ટર પર રૂપિયા જમા કરાવી આવું તેવું કહી 200 ગ્રામ સોનુ લઈને ઠગ ભક્ત ફરાર થઇ ગયો હતો. 10 મી ઓક્ટોબરે સોનાની છેતરપિંડીની ઘટના બની હતી.
ઘટનાને પગલે સત્સંગીઓમાં ભારે રોષની લાગણી
ઘટનાને પગલે સત્સંગ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એક હરિભક્ત દ્રારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ અંગે ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી હતી. ચેરમેને જણાવ્યું કે, માનતાના નામે એક ભક્ત 10 ઓક્ટોબરે 200 ગ્રામ સોના સાથે ફરાર થઇ ગયો હતો. આ અંગે ગઢતા પોલીસમાં અરજી કરી હતી. પોલીસે તપાસ કરીને શૈલેષ ઉઘાડ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. અટકાયત કરીને પુછપરછ દરમિયાન તેણે સોનાની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું અને સોનું પરત આપ્યું હતું.
સ્વામીનારાયણ સંપ્રદાયમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ
જો કે આ મામલે રાજકારણ પણ ફરી એકવાર શરૂ થઇ ચુક્યું છે. આ અંગે ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામી ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવા માટે આ પ્રવૃતિ આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો.ભગવાન તેમને સદબુદ્ધી આપે તેવી પણ અપીલ કરી હતી.
બંન્ને પક્ષોએ એક બીજા પર ગંભીર આક્ષેપો કર્યા
બીજી તરફ એક સત્સંગી દ્રારા સોનાની છેતરપીંડી મામલે તટસ્થ તપાસ થવી જોઇએ તેવી માંગ કરી હતી. આ વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના મહેતાજી ધીરૂભાઈ પટેલે ગઢડા પોલીસમાં અરજી કરી હતી. હાલ તો ગઢડા ગોપીનાથજી મંદિરમા થયેલ સોનાની છેતરપિંડી મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ADVERTISEMENT