દિવાળીના જલ્સા બંધ કરીને ગોંડલ બ્રિજ મામલે જવાબ-જવાબદારી બંન્ને નક્કી કરો: હાઇકોર્ટ

રાજકોટ : ગોંડલના ઐતિહાસિક ઝુલતા બ્રિજ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ છે. આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવ્યો હતો.…

Gujarat High Court on Morbi ridge Collapse

Gujarat High Court on Morbi ridge Collapse

follow google news

રાજકોટ : ગોંડલના ઐતિહાસિક ઝુલતા બ્રિજ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ છે. આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગનો જવાબ જોઇને હાઇકોર્ટના જવાબથી હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે તમામ વિભાગોને કડક કાર્યવાહી માટેનો આદેશ આપ્યો છે.

દિવાળીની ઉજવણી અટકાવીને બ્રિજ મામલે જવાબદારી નક્કી કરો

આ બાબતે હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવતા કહ્યું કે, દિવાળીની ઉજવણી અટકાવો અને તત્કાલ બેઠક બોલાવીને જવાબદારી નક્કી કરો. જવાબદાર અધિકારીઓ અને અન્ય લોકો સામે જરૂર પડે તો સસ્પેંશનના પગલા પણ ઉઠાવવામાં આવે. આ ઉપરાંત જર્જરીત બ્રિજ મામલે કલેક્ટરના જવાબની હાઇકોર્ટે ઝાટકણી કાઢી હતી. કલેક્ટરની ઝાટકણી કાઢતા હાઇકોર્ટે કહ્યું કે, કલેક્ટર છો છતા એટલી પણ ખબર નથી કે હાઇકોર્ટમાં સોગંદનામું કઇ રીતે દાખલ કરવામાં આવે છે? તમામ વિભાગો જવાબદારીનો ટોપલો એક બીજાના માથે ફેરવી રહ્યા છે.

કલેક્ટર બન્યા હાઇકોર્ટમાં કેમ જવાબ રજુ કરવો ખબર નથી પડતી

હાઇકોર્ટ દ્વારા તમામ એફિડેવિટ રિજેક્ટ કરીને નવેસરથી એફિડેવિટ ફાઇલ કરવા માટે જણાવ્યું છે.આ ઉપરાંત ચિમકી પણ ઉચ્ચારી છે કે, જો આ નિર્ણયનું યોગ્ય પાલન નહી થાય તો કોર્ટ દ્વારા કંટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ એસપીને પણ જવાબ ફાઇલ કરવા માટે ચુકાદો અપાયો છે. 100 વર્ષથી વધારે સમયથી બ્રિજની જર્જરીત સ્થિતિ મામલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

    follow whatsapp