Kheda માં શિવજીની યાત્રા પર પથ્થરમારો, PSI સહિત 3 ઘાયલ, MLA એ કહ્યું કોઇને છોડવામાં નહી આવે

Kheda News : જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જુથો વચ્ચે પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શ્રાવણ મહિનાની અમાસ હોવાથી ઠાસરા ગામમાં શિવજીની સવારીનું આયોજન કરવામાં…

Stone pelting on Shivji's Yatra in Thasra

Stone pelting on Shivji's Yatra in Thasra

follow google news

Kheda News : જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જુથો વચ્ચે પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શ્રાવણ મહિનાની અમાસ હોવાથી ઠાસરા ગામમાં શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શિવજીની સવારી પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે હાલ પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ચુક્યું છે. મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

શિવજીની યાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો

મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં પથ્થરમારાની ઘટના બની છે. શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન બે કોમના લોકો સામ સામે આવી ગયા હતા. વાત વણસતા પથ્થરમારો થયો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તત્કાલ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસ દ્વારા આસપાસના પોલીસ સ્ટેશનમાંથી પણ વધારાનો સ્ટાફ ઘટના સ્થળે બોલાવી લેવાયો હતો.

શ્રાવણ મહિનાની અમાસ હોવાથી યાત્રાનું આયોજન

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનાનો આજે અંતિમ દિવસ હોવાથી શિવજીની યાત્રાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જો કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાના ઇરાદે યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ સ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

ધારાસભ્યએ આપી કડકમાં કડક કાર્યવાહીની બાંહેધરી

આ અંગે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, ઠાસરામાં થયેલી ઘટના અંગે માહિતી મળી છે. આ અંગે એસપી અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. આ કૃત્ય કરનારા એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહી. તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદાહરણીય કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં ફરી કોઇ આ પ્રકારનું કૃત્ય ન કરે. હાલ સ્થિતિ કાબુમાં છે. પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

(વિથ ઇનપુટ દુર્ગેશ મહેતા-હેતાલી શાહ)

    follow whatsapp