નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર : નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ યોજીને કેટલીક ખાનગી મીડિયા સંસ્થાઓ દ્વારા સુખરામ રાઠવા ચુંટણી નથી લડવાના તે પ્રકારના ખોટો અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે તદ્દન પાયાવિહોણા છે અને હું ચૂંટણી લડવાનો કે નથી લડવાનો તે નિર્ણય મારો અને પક્ષનો હશે તેમ તેમણે જણાવ્યું. આ ઉપરાંત પક્ષ દ્વારા પણ હજી સુધી આ પ્રકારની કોઇ સ્પષ્ટતા કરવામાં નહી આવી હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
હું ચૂંટણી નથી લડવાનો એ અહેવાલ ખોટો છે
નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ચૂંટણી લડવા બાબતે પત્રકારપરિષદ કરીને ખુલાસો કર્યો કે, ગઈકાલે જે પ્રકારના સમાચાર વહેતા થયા તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. આ સમાચાર જોઇને મને પણ દુઃખ થયું છે. મેં કોઈપણ જગ્યાએ અધિકારીક નિવેદન આપ્યું નથી, કોઇને જણાવ્યું નથી. ટેલિફોનિટ ઇન્ટરવ્યું પણ આપ્યો નથી તો પછી આ વાત વહેતી કઇ રીતે થઇ. આ વાત તદ્દન ખોટી છે.
ચૂંટણી લડવા માટે કોઇ ઉંમર કે ઘડપણ નથી નડતું
જે સમાચાર વહેતા થયા તે સત્યથી વેગળા હતા, રાજકારણમાં ચૂંટણી લડવા માટે કોઈને ઘડપણ નડતું નથી. હું કોઈ ઘરડો નથી થયો. હું ચૂંટણી લડવાનો જ છું. પાર્ટી આદેશ કરશે તે પ્રમાણે લડીશ પણ ચૂંટણી તો ચોક્કસ લડીશ તેવું સુખરામ રાઠવાએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેટલીક ખાનગી ચેનલો દ્વારા સુખરામ રાઠવા ચુંટણી નથી લડવાના તેવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
ADVERTISEMENT