નર્મદાઃ ગુજરાતમાં એકબાજુ વિધાનસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે, જ્યારે બીજી બાજુ કર્મચારીઓના આંદોલનોથી સરકાર ઘેરાઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે કાર્યરત રોજમદારો પણ હવે પોતાની વિવિધ માગણીઓ સાથે હડતાળ પર ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં કર્મચારીઓ દ્વારા પોતાનો પગાર વધારો થાય એવી માગણી સાથે હડતાળ શરૂ કરી દીધી છે. જ્યારે તેમણે માંગ સંતોષવા માટે વિવિધ સૂત્રોચ્ચાર કરીને સરકારનો ઘેરો કર્યો છે.
ADVERTISEMENT
કેમ્પસમાં કર્મચારીઓએ પગાર વધારાનાં સૂત્રોચ્ચાર કર્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત રોજમદારો અત્યારે પોતાના વેતનથી અસંતુષ્ટ છે. જેને વધારવા માટે કર્મચારીઓએ હવે કેમ્પસમાં ખાતે હડતાળ પર ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન તેમણે સ્પષ્ટપણે પોતાનો પગાર વધારાના મુદ્દાને ઉજાગર કરતા સૂત્રોચ્ચાર કરી માગની રજૂઆત કરી હતી.
અલગ અલગ વિભાગમાં કાર્યરત કર્મચારીઓની હડતાળઃ સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. આ દરમિયાન તેમની માગ છે કે પગારમાં વધારો થાય તથા આ તમામ કોન્ટ્રાક્ટ પર નિમણૂક થયેલા કર્મચારીઓ છે.
With Input- નરેન્દ્ર પેપરવાલા
હડતાળનો દોર ધમધમતો થયો
અત્યારે રાજ્યમાં હડતાળોનો દોર ધમધમતો થયો છે. સુરતમાં આશા વર્કર અને ફેસિલિટેટરો પણ પગાર વધારાની માગને લઈને હડતાળ પર ઉતરી આવ્યા છે. નોંધનીય છે કે તેમણે જણાવ્યું કે ઓછા પગારમાં વધારે કામ કરવું પડતા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે કાર્યરત કર્મચારીઓમાં પણ ઓછા પગારના કારણે અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT