અમદાવાદ: ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારની આજે કેબિનેટ બેઠક મળી હતી અને તેમાં કોરોના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી તો આરોગ્ય તંત્રને પણ એલર્ટ કરાયું હતું. આ સિવાય રાજ્ય સરકારે રાજ્યના લોકોના આરોગ્યને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. આયુષ્યમાન ભારત કાર્ડમાં અગાઉ રૂપિયા પાંચ લાખની મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે રૂા.10 લાખની મર્યાદા કરવામાં આવી છે.
ADVERTISEMENT
હાલમાં પરિવારના સભ્યને પાંચ લાખ સુધીની સારવાર સહિતનો ખર્ચ હતો તે વધારીને હવે 10 લાખ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કેબિનેટ બેઠકમાં આગામી પાંચ વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ બાબતે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઋષિકેશ પટેલે કરી મહત્વની જાહેરાત
આ નિર્ણય અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અમે રાજ્યના એજન્ડામાં એટલેકે ચૂંટણી એજન્ડામાં જે વાત કરી હતી તેની શરૂઆત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 5 લાખની સહાય મળતી હતી તેને 10 લાખ સુધી કરવાની કવાયત અને અધિકારીને સૂચના આપી જે 5 લાખની સહાય મળતી હતી તેને 10 લાખ સુધી પહોંચાડવા રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આર્થિક સંકડામણ વેઠતા તમામ પરિવારો ને મુખ્ય મંત્રી ફ્રી ડાઇગ્નોસ્ટિક સ્કીમ દ્વારા તમામ સરકારી માન્ય લેબ માં નિશુલ્ક નિદાન સેવા આપવામાં આવી રહી છે. તે યોજનાનો આરંભ કરવા આરોગ્ય વિભાગ ને સૂચનાં આપવામાં આવી છે.
ADVERTISEMENT