ગાંધીનગર: ગુજરાત વિધાનનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે 15 મી વિધાનસભામાં કોઈ પક્ષ વિપક્ષની ભૂમિકામાં નથી. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે બજેટ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ પ્રશ્નનો જવાબ માંગ્યો હતો કે, તા.૩૧ જાન્યુઆરી 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આ એરોપ્લેન અને હેલિકોપ્ટર નો મેઇન્ટેનન્સ, પાઇલોટ તથા અન્ય સ્ટાફ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? આ મામલે સરકારે જવાબ રજૂ કર્યો છે. છેલ્લા એક વર્ષમાં એરોપ્લેનનો ઉપયોગ 72 વખત કરવામાં આવ્યો છે. જ્યારે હેલિકોપ્ટરનો ઉપયોગ 97 વખત કરવામાં આવ્યો છે. જ્યારે જેટ એરોપ્લેનનો ઉપયોગ 94 વખત કરવામાં આવ્યો છે. seaplane ના પ્રશ્નથી બચવા સરકારે પાડ્યો મોટો ખેલ
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા જાહેર કારવામા આવેલા આંકડા ખૂબ ચૌકવનારા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગુજરાત સરકારના માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ, ગુજરાત સરકાર હસ્તકના એરોપ્લેન અને હેલિકોપ્ટરની સંખ્યા, છેલ્લા બે વર્ષમાં થયેલ ખર્ચ અને કરેલ ઉપયોગને લગતા પ્રશ્નોના જવાબ માંગ્યા હતાં. ત્યારે આ સવાલનો સરકારે જવાબ રજૂ કર્યો છે. છેલ્લા એક વર્ષમાં જેટ એરોપ્લેન માટેનો કુલ ખર્ચ 10,73,109 રૂપિયા થયો છે.
જાણો કેટલો થયો ખર્ચ
ગુજરાતમાં એરોપ્લેન, હેલિકોપ્ટર અને જેટ એરોપ્લેન પાછળ થયેલ ખર્ચનો આંકડો ચૌકાવનારો છે. જેમાં રાજ્ય સરકાર હસ્તક બે એરોપ્લેન અને એક હેલીકોપટર. છેલા બે વર્ષમાં એરોપ્લેનનો 125 વખત ઉપયોગ કરવામાં આવ્યો. હેલીકોપટર નો 178 અને જેટ એરોપ્લેનનો 183 વખત ઉપયોગ કરવામાં આવ્યો. છેલા બે વર્ષમાં પ્લેન નો 8,04,15,940 નો ખર્ચ કરવામાં આવ્યો. હેલિકોપટર માટે છેલા બે વર્ષ મા 7,09,11,055 નો ખર્ચ કરવામાં આવ્યો. જેટ એરોપ્લેન માટે છેલા બે વર્ષમાં 20,87,46,635 નો ખર્ચ કરવામાં આવ્યો છે.
સી પ્લેનના સવાલથી બચવા પાડ્યો મોટો ખેલ
સી પ્લેનની ચર્ચા થી બચવા ભાજપનું વિધાનસભા ગૃહમાં ફ્લોર મેનેજમેન્ટ જોવા મળ્યું હતું. વિધાનસભા પ્રશ્નોતરી કાળમાં ભાજપે પોતાના સભ્યો દ્વારા જ સી પ્લેન અંગે પ્રશ્ન પૂછતાં એ સભ્યોને ગૃહમાંથી ગેરહાજર રખાયા. પ્રશ્નોતરી કાળમા પ્રશ્ન 5મા બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવા અને પ્રશ્ન 13મા સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ ડકાર દ્વારા સી પ્લેન ક્યારે શરૂ કરવામા આવશે તે પ્રશ્ન પૂછયો હતો.સી પ્લેન અંગે વિધાનસભા મા ચર્ચા થી બચવા ભાજપે આ દાવ રમ્યો હતો.
છેલ્લા 2 વર્ષમાં થયેલ પ્લેનનો ઉપયોગ
તા. 1/2/2021 થી તા.31/1/2022
એરોપ્લેન = 53 વખત
હેલિકોપ્ટર = 81 વખત
જેટ એરોપ્લેન = 89 વખત ઉપયોગ કરેલ છે.
આ પણ વાંચો: Congress ના ધારાસભ્યની સરકારને ખુલ્લી ચેલેન્જ, તો…ભાજપમાં જવા પણ તૈયાર
તા. 1/2/2022 થી તા.31/1/2023
એરોપ્લેન = 72 વખત
હેલિકોપ્ટર = 97 વખત
જેટ એરોપ્લેન = 94 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT