સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યનો દોરી સંચાર સાંભળ્યો છે. પાટિલની રણનીતિને લઈ સતત ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે ઉત્તરાયણ પર્વની પાઠવી શુભકામના પાઠવી છે. આ સાથે જ 2024ની લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ દ્વારા રાજ્યની જનતાને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી છે. પ્રદેશ અધ્યક્ષ પાટિલે શુભકામના પાઠવતા કહ્યુંકે, આજના મકરસંક્રાતિ પર્વ નિમિત્તે હું ગુજરાતના તમામભાઈ-બહેનોને શુભેચ્છા પાઠવુ છું. આ પતંગ ઉત્સવ ના કારણે અનેક લોકોને રોજીરોટી મળે છે. પતંગ બનાવવાની અનેક ઇન્ડસ્ટ્રીઝ બની ગઈ છે. જેના કારણે અનેક લોકોને રોજગારી પણ મળે છે. એકબીજા સાથે પેચ લડાવી. મકરસંક્રાતિની ગુજરાતમાં એક વિશેષતા છે. તમામ કાર્યકરોને પણ હું શુભેચ્છા પાઠવુ છું.
લોકસભાની ચૂંટણી મામલે આપ્યું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી અને ઇતિહાસ રચ્યો છે. ભાજપે ગુજરાતમાંઇ ઇતિહાસ રચ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપની જીત માટે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલનો સિંહ ફાળો ગણવામાં આવે છે. ત્યારે ગુજરાત વિધાનસભાની જીત મામલે અને લોકસભાની ચૂંટણી મામલે પાટિલે નિવેદન આપતા કહ્યું કે, મકરસંક્રાંતિ ની શુભેચ્છા સાથે સીઆર પાટીલ દ્વારા લોકસભાના ઇલેક્શનને લઈને પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. આવનાર 2024 લોકસભા નો ઇલેક્શનને લઈ સીઆરપી લે મોટો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સી આર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાનો પ્રધાનમંત્રી પ્રત્યે જે વિશ્વાસ હતો તેના કારણે વિજય ઐતિહાસિક જીત સાથેનો વિજય પ્રાપ્ત થયો છે. ત્યારે હવે 2024 માં પણ ભાજપનો આ જ રીતે વિજય પ્રાપ્ત થશે. 2024 માં પણ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો પર વિજય પ્રાપ્ત કરશે. ગુજરાતની 26 માંથી 26 આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીત ફાંસલ કરાશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT