નવી દિલ્હી : રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક પહેલા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેઓની સ્થિતિ સ્થિર હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. હાલ ICU માં તેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
જામનગરના એક કાર્યક્રમ બાદ તબિયત લથડી
રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત રોજ જામનગરના પસાયા બેરાજામાં 'ગામ ચલો અભિયાન' કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે દરમ્યાન રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.
રાઘવજીભાઈની તબિયત હાલ સ્થિર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલના ડોક્ટર્સ સાથે વાત કરી હતી. રાઘવજી પટેલ સતત ડોક્ટર્સના ઓબઝર્વેશન હેઠળ છે. તેમજ હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યુરોસર્જન ર્ડા. સંજય ટીલાા સારવાર આપી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કન્સલ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે.
ADVERTISEMENT