Video: ડ્રાઈવરની એક ભૂલ ભારે પડી...હિંમતનગરમાં આખે આખી ST બસ પાણીમાં ડૂબી ગઈ

Gujarat Tak

29 Jul 2024 (अपडेटेड: Jul 29 2024 12:59 PM)

Sabarkantha Rain: ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. અગાઉ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવ્યા બાદ આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.

Sabarkantha Rain

ST બસ પાણીમાં ડૂબી

follow google news

Sabarkantha Rain: ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. અગાઉ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવ્યા બાદ આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.  આજે અમદાવાદ, વડોદરા, ખેડા, મહીસાગર, સાબરકાંઠા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી ઠેર-ઠેર પાણી ભરાયાં હતા. તો હમીરગઢના રેલવે અંડર પાસમાં આખી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાના સમાચાર સામે આવી ગયા છે. 

રેલવે અંડર પાસમાં ડૂબી એસ.ટી બસ

વહેલી સવારથી સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે આજે સવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હમીરગઢના રેલવે અંડર પાસમાંથી એસ.ટી બસ પસાર કરવા જતાં બસ જોત જોતામાં પાણીમાં ડૂબી ગઈ હતી. 

ડ્રાઈવર અને કંડક્ટરનો શ્વાસ અધ્ધર થઈ ગયો

જેના કારણે બસમાં સવાર ડ્રાઈવર અને મહિલા કંડક્ટરનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. તેઓ ફટાફટ બસની ઉપર ચઢી ગયા હતા. આખે આખી બસ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ સ્થાનિક લોકોએ  ડ્રાઈવર અને મહિલા કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા.  જેનો  વીડિયો પણ સામે આવ્યો છે. 

સ્થાનિકોએ બચાવવાના પ્રયાસો હાથ ધર્યા

જેમાં જોઈ શકાય છે કે, આખે આખી બસ રેલવે અંડર પાસમાં ડૂબી ગઈ છે. તો ડ્રાઈવર અને કંડક્ટર પણ બસની ઉપર જોવા મળી રહ્યા છે અને સ્થાનિક તેમને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. 


ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા
 

    follow whatsapp