STની ‘અસલામત’ સવારી, રોડ પર દોડતી બસના બે ટાયર નીકળી જતા 100 મીટર સુધી ઢસડાઈ

અરવલ્લી: ‘સલામત સવારી, એસટી અમારી’ પણ કાંઈ થાય તો જવાબદારી મુસાફરની એ વાત સાચી પડતી ઘટના સામે આવી છે. સલામત સવારીની વાતો વચ્ચે એસ.ટીની ગંભીર…

gujarattak
follow google news

અરવલ્લી: ‘સલામત સવારી, એસટી અમારી’ પણ કાંઈ થાય તો જવાબદારી મુસાફરની એ વાત સાચી પડતી ઘટના સામે આવી છે. સલામત સવારીની વાતો વચ્ચે એસ.ટીની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં રોડ પર દોડતી એસ.ટી બસના ટાયર નીકળી જતા બસ 100 મીટર સુધી ઢસડાઈ હતી. ત્યારે બસમાં બેઠેલા મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થતા અટકી હતી.

રવિવારે સવાલે કોયડમ-અમદાવાદ વચ્ચે દોડતી એસ.ટી બસ સાઠંબા નજીક પહોંચતા જ પાછલા વ્હીલમાંથી બે ટાયર નીકળી ગયા હતા. જેના કારણે બસ 100 મીટર સુધી રોડ પર જ ઢસડાઈ હતી. પૈડા વગર બસ રોડ પર ઢસડાતા અંદર બેઠેલા મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા અને બુમરાડ મચી ગઈ હતી. જોકે સદનસીબે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થતી ટળી ગઈ હતી.

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)

 

    follow whatsapp