નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સહિત મંત્રીમંડળના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. ત્યારે અરુણાચલમાં ચીનની ઘૂસણખોરી મુદ્દે અને આસમ અરુણાચલ સીમા વિવાદ મુદ્દે મુખ્યમંત્રી પેમાં ખાંડુએ મીડિયા સમક્ષ વાત કરી હતી. તેમણે આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સાહેબની પ્રતિમા અંગે પણ વિચાર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
અમદાવાદની 50 લાખની લૂંટના કેસમાં ફરિયાદી સહિત પોલીસે 5ને ઝડપ્યા
હવે આવું નથી થતુંઃ ચીની ઘૂસણખોરી અંગે બોલ્યા CM ખાંડુ
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તેમજ અરુણાચલ પ્રદેશ રાજયના નાયબ મુખ્યમંત્રી ચોવના મે, મંત્રી વાંગ્કી લોવાંગ, આલો લિબાંગ, બામંગ ફેલિકસ તેમજ અરૂણાચલ પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ પાસંગ દોરજી સહિતનાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. તેમણે આ દરમિયાન કહ્યું કે, સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાની પ્રતિકરૂપ છે. ઉપરાંત અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું એક અનોખો અનુભવ છે. તેમણે આ વિસ્તારના વિકાસ અંગે પણ કહ્યું કે, અરુણાચલ પ્રદેશથી અમે અહીં કેવડિયાના વિકાસના કોન્ટ્રીબ્યુશન અને ઈકોનોમીને લઈને સ્ટડીટુર અમારો હેતું છે. ચીની ઘૂસણખોરી અંગે કહ્યું કે, ચીની ઘૂસણખોરી અંગે ખોટા મેસેજ ફરે છે, હવે 1962નો જમાનો નથી રહ્યો. હા ક્યારેક સીમા પર થતું રહે છે. પણ હવે આવો માહોલ નથી રહ્યો. ઘૂસણખોરીના સમાચારો ખોટા છે.
ADVERTISEMENT