અમદાવાદઃ ગયા વર્ષે તૈયાર કરાયેલા એશિયાટિક સિંહ માટે 2047ના વિઝન ડોક્યુમેન્ટમાં એવો અંદાજ હતો કે આ સિંહો 25 વર્ષમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે. પરંતુ એવું લાગે છે કે હવે 2030 સુધીમાં અમદાવાદ જિલ્લાઓમાં સિંહની ગર્જના સંભળાશે. ત્રણ સિંહો જેમાં એક સિંહણ અને બે બચ્ચાએ બોટાદ જિલ્લાના છ ગામોને આવરી લેતા વિસ્તારને પોતાનો રહેણાંક વિસ્તાર બનાવ્યો છે. જે અમદાવાદથી લગભગ 150 કિમી દૂર છે.
ADVERTISEMENT
સિંહો પોતાનો વિસ્તાર સતત વધારી રહ્યા છે.આ દરમિયાન હવે સિંહો અમદાવાદ નજીક આવી રહ્યા છે. સિંહ પોતાનો રહેણાંક વિસ્તાર અમદાવાદ નજીક બનાવી રહ્યા છે. અઅ દરમિયાન એક નર સિંહે વેળાવદરથી લગભગ 1 કિમી દૂર કાયમીરહેણાંક વિસ્તાર બનાવ્યો છે. અઅ વિસ્તાર અમદાવાદથી ફક્ત 50 કિમી જ દૂર છે. જ્યારે એક સિંહણ અને બે બચ્ચાએ બોટાદ જિલ્લામાં પોતાનો રહેણાંક બનાવ્યો છે.
સિંહ આવી ચૂક્યો છે અમદાવાદ જિલ્લા નજીક
સિંહોની વસતિમાં વધારો સુનિશ્ચિત કરશે કે અમદાવાદની આસપાસના જિલ્લાઓ 2030 સુધીમાં સિંહોનું ઘર બની જશે. વન વિભાગે જણાવ્યું હતું કે બોટાદમાં સિંહણ અને બચ્ચાઓની હોમ રેન્જ ટિમ્બક, ઈટરીયા, રામપરા, વાવડી, લીંબડીયા અને મોતી કુંડલ ગામોને આવરી લે છે. કેટલાક નર સિંહો પણ આ વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા. આનો અર્થ એ છે કે આ બે નર સિંહોટૂંક સમયમાં ત્યાં એક રહેણાંક વિસ્તાર બનાવશે. ગાંધીનગરના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું તે વેળાવદર નજીક વલ્લભીપુર તાલુકામાં એક સિંહ ફેબ્રુઆરીમાં આ વિસ્તાર વટાવીને અમદાવાદ જિલ્લા તરફ ગયો હતો, પરંતુ બે દિવસ આ વિસ્તારમાં રહીને અમરેલી તરફ પાછો ફર્યો હતો.
ગાંધીનગરના ઉચ્ચ અધિકારીએ વધુમાં કહ્યું કે આ સિંહ અમરેલી, બાબરા અને વેળાવદર વચ્ચે વારંવાર ફરે છે અને હવે તે વેળાવદર વિસ્તારનો કાયમી નિવાસી છે. સિંહની ટૂંક સમયમાં તેને સિંહણ સાથે મુલાકાત કરાવી જોઈશું. મુખ્ય વન સંરક્ષક આરાધના સાહૂએ જણાવ્યું હતું કે વલ્લભીપુરમાં સબએડલ્ટ સિંહને રેડિયોકોલર કરવામાં આવ્યો છે અને તે વિસ્તારમાં સ્થાયી થયો છે. અન્ય ત્રણ તેમના રહેણાંક વિસ્તારની પસંદગીમાં તે બોટાદમાં સ્થાયી થઈ શકે તેવી શક્યતા છે.
લોકોને જાગૃત કરવામાં આવ્યા
સામાજિક વનીકરણ વિભાગના આયુષ વર્માએ જણાવ્યું હતું કે અમને આસપાસના વિસ્તારમાં સિંહ અને દીપડાની હિલચાલ જોવા મળે છે. તેવી ચેતવણી આપતા સાઈનેજ લગાવ્યા છે. આની સાથે બીજી બાજુ સિંહોના સહવાસ અંગે ગ્રામજનોને શિક્ષિત અને સંવેદનશીલ બનાવવામાં આવી રહ્યા છે. ગ્રામજનો સાથે નિયમિત બેઠકો કરવામાં આવી રહી છે.વન વિભાગના કર્મચારીઓ આ વિસ્તારમાં સિંહોની હિલચાલનું રજિસ્ટર જાળવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંહ ગ્રુપ તેમના પરંપરાગત પ્રદેશોમાં પાછા ફરશે. હવે તેઓ લગભગ છ મહિનાથી એ જ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં અસંખ્ય વસતિ છે અને આમ સિંહોની હાજરીને કારણે ગ્રામજનો સાથે કોઈ સંઘર્ષ થયો નથી.
સિંહોની વસ્તી વધી શકે છે
બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયેલા સિંહો અત્યાર સુધીમાં પાંચ અલગ-અલગ માર્ગો દ્વારા આવ્યા છે. આ માર્ગો બાબરામાં ભેગા થાય છે. જ્યાંથી સિંહો બોટાદ અને પાલિતાણા તરફ જાય છે. વર્માએ ઉમેર્યું હતું કે અત્યારે અહીં માત્ર ત્રણ જ સિંહો છે, ત્યારે આ વિસ્તારમાં સિંહોની વસતિ ચોક્કસપણે વધશે એવા એંધાણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સિંહોની વસતિ 2010માં 411 હતી, જે 29% વધીને 674 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા સિંહોએ દરિયાકાંઠાના વિસ્તારોમાં કાયમી પ્રદેશો બનાવ્યા છે અને એક તો પોરબંદર જિલ્લાના બરડા ડુંગરમાં પણ સ્થાયી થયા છે.
ADVERTISEMENT