દાહોદમાં પત્નીને લેવા સાસરીમાં ગયેલા જમાઈએ સાસુની હત્યા કરી નાખી, ચોંકાવનારું છે કારણ

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદમાં એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. જેમાં પત્નીને તેડવા માટે સાસરીમાં ગયેલા જમાઈએ સાસુ-સસરા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જમાઈએ…

gujarattak
follow google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદમાં એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. જેમાં પત્નીને તેડવા માટે સાસરીમાં ગયેલા જમાઈએ સાસુ-સસરા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જમાઈએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા સાસુ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે જમાઈ સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પત્નીને લેવા માટે આવ્યો હતો જમાઈ
વિગતો મુજબ દાહોદ જિલ્લામાં આવેલા પીપલેટમાં ગઈકાલે સાંજે જમાઈ પોતાની પત્નીને લેવા માટે સાસરીમાં પહોંચ્યો હતો. જોકે સાસુ-સસરાએ પોતાની દીકરીને ન મકલવાનું જણાવતા જ જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારિયા વડે બંને પર હુમલો કરી દીધો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાસુનુ મોત
આ હુમલાની ઘટનામાં સાસુને ઈજા પહોંચતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે આ મામલે ચાકલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે હવે પોલીસે સાસુની હત્યા કરનારા જમાઈ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

    follow whatsapp