અરવલ્લી: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ દરમિયાન ભારે વરસાદને પગલે રાજ્યમાં સતત મકાન કે મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે અમદાવાદ અને અરવલ્લીમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ADVERTISEMENT
એક તરફ રાજ્યમાં આકાશી આફત વરસી રહી છે. ત્યારે બીજી તરફ વરસાદને પગલે ભારે નુકશાની થવા લાગી છે.આન દરમિયાન આજે પણ રાજ્યમાંથી બે ઘટના સામે આવી છે. જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આજે સવારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશાયી થયો હતો.
અરવલ્લીમાં એકનું મોત
અરવલ્લીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદને લઈ કાચા મકાનની દિવાલ ધરાશાયી હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના બાયડના પ્રતવેલ ગામમાં રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.રાત્રે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતાં વૃદ્ધનું મોત થયું હતું.
અમદાવાદમાં ત્રણ મકાનનો ભાગ ધરાશાયી
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને પગલે આજે સવારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી રાજા મહેતાની પોળમાં 3 માળના મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે કાટમાળમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું હતું. જેમાં કોઈ જાણ હાનિના સમાચાર સામે નથી આવ્યા.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT