આમ આગળ વધશે યુવાનો? રાજ્યમાં સરકારી ટેક્નિકલ કોલેજોમાં છેલ્લા છ વર્ષમાં 50% પ્રોફેસરો ઘટ્યા

અમદાવાદ: એક તરફ સરકાર ટેકનિકલ શિક્ષણ પર સતત ભર મૂકી રહી છે. પરંતુ જાણે આ બધુ એક ઢોંગ હોય તેવા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં…

gujarattak
follow google news

અમદાવાદ: એક તરફ સરકાર ટેકનિકલ શિક્ષણ પર સતત ભર મૂકી રહી છે. પરંતુ જાણે આ બધુ એક ઢોંગ હોય તેવા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં સરકારી ટેક્નિકલ કોલેજોમાં છેલ્લા છ વર્ષમાં 50% પ્રોફેસરો ઘટ્યા છે. જેની પાછળ સરકારની નીતિ જવાબદાર ગણવામાં આવે છે.

સ્વૈચ્છિક નિવૃત્તિ, વયનિવૃત્તિ, રાજીનામું, અન્ય નોકરીમાં જવું, બઢતી મળવી અને અવસાન થવું જેવી વિવિધ કારણોસર ગુજરાતની સરકારી ઈજનેરી ડીગ્રી-ડીપ્લોમાં કોલેજમાં સ્ટાફની મોટાપાયે અછત વર્તાઈ રહી છે. મોટાપાયે અધ્યાપકોની ખાલી જગ્યાને કારણે અન્ય કામોનું અતિ ભારણ, વિધાર્થીઓની ફી ઉઘરાવવી, બીલ બનવવા, વિધાર્થીઓ પાસે નોકરી શોધવી સહીતની કામગીરીઓ પ્રોફેસરો પાસે કરાવવામાં આવી રહી છે. આ દરમિયાન એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના અસોસિએટ પ્રોફેસરે કામના ભારણના કારણે સોમવારે આત્મહત્યા કરી લીધી. આ ઘટના ગુજરાત સરકાર સંચાલિત ટેક્નિકલ કોલેજોના પ્રોફેસરોની દયનીય સ્થિતિને ચાડી ખાય છે.

કોલેજોમાં ટીચિંગ સ્ટાફ લગભગ અડધો થયો
વારંવારની રજૂઆત છતાં ટેકનીકલ શિક્ષણ પ્રત્યે રાજ્ય સરકારની ઓરમાયું વર્તન સામે આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની અનિર્ણિયકતાને કારણે સરકારી ઈજનેરી કોલેજના આધ્યાપકોને 12 વર્ષે પણ ઉચ્ચ પગાર ધોરણ મળ્યું નથી. ત્યારે પ્રોફેસરોની સતત ઘટ સામે આવી રહી છે. વર્ષ 2022-23ની ગુજરાતની આર્થિક-સામાજિક સમીક્ષા પરથી જાણવા મળ્યું કે, પાછલા છ વર્ષમાં આ કોલેજોમાં ટીચિંગ સ્ટાફ લગભગ અડધો થઈ ગયો છે. પરિણામે જે ચાલુ પ્રોફેસરો છે તેમના પર કામનું ભારણ વધી ગયું છે.

સરકાર સંચાલિત ટેક્નિકલ કોલેજોમાં 2016-17માં 15,398 શિક્ષકો હતા જે ઘટીને 2022-23માં 7,755 થઈ ગયા હતા. આમાંથી કેટલીય કોલેજોમાં શિક્ષકોને વહીવટી વિભાગનું કામ પણ કરવું પડે છે. આ દરમિયાન આર્થિક-સામાજિક સમીક્ષાના ‘ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા, મંજૂર કરેલી બેઠકો, વિદ્યાર્થીઓના ચોક્કસ એડમિશન અને ટેક્નિકલ વિભાગમાં શિક્ષકોની સંખ્યા’ના મથાળા હેઠળ 42 વર્ષનો ડેટા ભેગો કરવામાં આવ્યો છે. રાજ્યમાં 1980-81માં આવી 10 સંસ્થાઓ હતી જેમાં 2,339 બેઠકો હતી અને ફુલ ટાઈમ સ્ટાફની સંખ્યા શૂન્ય હતી.

બાલાસિનોરમાં કુતરાનો આતંક, છેલ્લા 3 દિવસમાં 25 લોકોને બચકા ભર્યા

આજે રાજ્યમાં 230 કોલેજો, 76,668 બેઠકો અને 7,755 શિક્ષકો છે. ડેટા પ્રમાણે, 2016-17માં 238 ઈન્સ્ટીટ્યૂટ હતી જ્યાં મહત્તમ સ્ટાફની સંખ્યા 15,398 હતી એટલે કે, પ્રતિ સંસ્થા સરેરાશ 64.7 શિક્ષકો હતા. 2019-20માં સંસ્થાઓ વધીને 242 પરંતુ શિક્ષકોની સંખ્યા ઘટીને 10,342 થઈ ગઈ હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp