રાજકોટ: શહેરના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના બની હતી. રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે વોકળા પર બનાવાયેલો સરકારી સ્લેબ તુટી પડતા અનેક લોકો નીચે પટકાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફુડ બજાર પાસેના વોકળા પર સીમેન્ટ કોંક્રેટનો સ્લેબ ભરવામાં આવ્યો હતો. આજે રવિવાર હોવાથી ફુડ બજારમાં ભીડ પણ વધારે હતી. સ્લેબ તુટતા અનેક લોકો તેમાં ખાબક્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
ADVERTISEMENT
ફુડ બજાર પાસેના વોકળા પરનો સ્લેબ તુટી પડવાને કારણે બંન્નેના મોત નિપજ્યાં છે. ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચુક્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
ફાયર વિભાગ દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો વોકળામાં ખાબક્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. હાલ તો રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
સ્લેબ નીચે કોઇ દબાયેલા છે કે કેમ તે અંગેની તપાસ પણ ફાયર વિભાગ ચલાવી રહ્યું છે.ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મોટા પ્રમાણમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જો કે બેદરકારીથી આ ઘટના બની તે અંગે ફરી એકવાર પક્ષ વિપક્ષ વચ્ચે રાજકારણ શરૂ થઇ ગયું છે.
ADVERTISEMENT