ફરી આવશે આકાશી આફત, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો સહિત અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ આકાશી આફત અટકવાનું નામ નથી લેતી. આ દરમિયાન હવામાન  વિભાગે વધુ એક વખત…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો સહિત અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ આકાશી આફત અટકવાનું નામ નથી લેતી. આ દરમિયાન હવામાન  વિભાગે વધુ એક વખત વરસાદ ની આગાહી કરી છે. રાજ્યના લોકોને હજુ 5 દિવસ કમોસમી વરસાદથી રાહત નહીં મળે.

હવામાન વિભાગે હજુ 5 દિવસ કમોસમી વરસાદથી રાહત નહીં મળે તેવી આગાહી લરવામાં આવી છે. 5 દિવસ સુધી સામાન્ય વરસાદ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે રહેશે. ત્યારે આજે દાહોદ, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

કાલે અહી વરસાદનું જોખમ
રાજ્યમાં આવતી કાલે 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, રાજકોટ, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં તથા 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજસ્થાન તરફ સાઈકલોનીક સર્ક્યુલેશનને લઈને વરસાદી માહોલ રહેશે. આજે અને કાલે 2 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું જે આજે 37 ડિગ્રી સુધી તાપમાનનો પારો જઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડર પરથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર, આ રીતે કર્યો હતો ગુજરાતમાં પ્રવેશ

પાકને ભારે નુકશાન
ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક બાદ એક એમ સતત માવઠાનો માર સહન કરવો પડ્યો છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરી, જીરું, ડુંગળી, ઘઉ સહિતના પાકને નુકશાન થયું છે. ખેડૂતના મોઢામાં આવેલ કોળિયો છીનવાઇ ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત વરસાદની આગહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp