MORBI માં ભાજપ V/S ભાજપની સ્થિતિ, કાંતિ અમૃતિયાએ વીડિયો બનાવી બળાપો કાઢ્યો

મોરબી : વિધાનસભા ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનના મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે મોરબીમાં ગઇકાલે રાત્રે ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ લાગ્યા હતા…

gujarattak
follow google news

મોરબી : વિધાનસભા ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનના મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે મોરબીમાં ગઇકાલે રાત્રે ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ લાગ્યા હતા અને કેટલાક ચોપાનિયા પણ વહેંચવામાં આવ્યા હતા. આ ઉપરાંત વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ પણ વહેતા થયા હતા. જેમાં લખાયું હતું કે, મોરબીના લોકોને ન્યાય નહી તો ભાજપને મત નહી. જેથી સ્થાનિક ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ લોકોને ગેરમાર્ગે ન દોરવાવા માટે અપીલ કરી હતી.

મતદારોએ ભ્રમિત થવાની જરૂર નથી
કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, મતદારોએ ભ્રમિત થવાની જરૂર નથી. મોરબીના જે પણ આરોપીઓ છે તેને કડકમાં કડક સજા થશે તેની હું ખાત્રી આપુ છું. મોરબીમાં જે રાવણરાજ ચાલી રહ્યું છે તે બંધ કરીને મારી જીત સાથે જ રામરાજ શરૂ થશે. ભાજપમાં જ રહેલા વિરોધીઓને તકવાદી ગણાવ્યા હતા. જેના પગલે ભાજપનો આંતરિક કલહ સપાટી પર આવી ગયો હતો.

કાંતિ અમૃતિયા સ્થાનિક ભાજપનું સંગઠન વિરુદ્ધ કામ કરી રહ્યાનો આક્ષેપ
કાંતિ અમૃતિયા અત્રે ઉલ્લેખનીય છે કે, તેમને સ્થાનિક ભાજપનું સંગઠન જ હરાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે તેવા આક્ષેપો કર્યા હતા. જેના પગલે ભાજપમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો હતો. આ ઉપરાંત મોરબી દુર્ઘટનાને કારણે મોરબીના લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પહેલાથી જ સૌરાષ્ટ્ર ભાજપ માટે ટફ ગણાય છે તેમાં મોરબીની દુર્ઘટના બાદ સ્થિતિ વધારે વિપરિત બની શકે છે.

    follow whatsapp