રાજેશ આંબલિયા.મોરબીઃ મોરબી ખાતે આવેલા રાજ્યના ગૃહમંત્રીએ સિરામિક એસોસિએશન અને સિરામિક ઉદ્યોગકારો સાથે એક સંવાદ કાર્યક્રમ હેઠળ મળ્યા હતા. સિરામિક ઉદ્યોગકારોના પૈસા બહારના રાજ્યોમાં ફસાઈ જાય છે જે અંગે સરકારમાં રજૂઆત કરતા આજે રાજ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે ઉદ્યોગકારો પાસેથી માલ લઈ જઈ પછી પૈસા આપવામાં આનાકાની કરતા વેપારીઓ પાસેથી પૈસા પરત મેળવવા માટે એસઆઈટીની રચનાની જાહેરાત કરી હતી. સાથે જ તેવા વેપારીઓની ઉંઘ હરામ કરી નાખવાની વાત કરી હતી. સિરામિકના ધંધામાં ઉધારીમાં કરોડોનો માલ ઉઠાવ્યા પછી રૂપિયા નહીં ચુકવીને ફ્રોડ કરવાના ગુનાઓથી વેપારીઓ ઘણા પરેશાન છે ત્યારે હર્ષ સંઘવીનું આ નિવેદન ઘણું સૂચક માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ચુપકેથી બેસી જશે વિજ્ઞાન જાથાના 50 માણસો: આ સવાલોના માગશે જવાબ
સિરામિક મોરબી જ નહીં ગુજરાતની ઓળખઃ સંઘવી
ગૃહરાજ્ય મંત્રીએ પોતાના ભાષણ દરમિયાન એસઆઈટીની રચનાની જાહેરાત કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, એક એક વેપારીઓ ની ઊંઘ હરામ થઈ જાય એવી વ્યવસ્થા તમારા માટે હું લઈને આવ્યો છું. માલ લઈને તમારો ફોન ન ઉપડનારને અમારી એસઆઈટી મોરબી ધક્કો ખવડાવશે. મોરબીમાં આજથી આ અમલ કરવામાં આવશે. આજે તમારી વ્યવસ્થાઓ માટે એસઆઈટી ખુલ્લી મુકવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મોરબી ની સિરામિક ગુજરાત ની ખૂબ મોટી ઓળખ છે. ઉદ્યોગો માટે હજી નવા પ્રયોગો કરવા માટે અમે તૈયાર છીએ. આજે આપણે દુનિયામાં બીજા નંબર પર છીએ તેને આપણે પહેલા નંબર પર પહોંચાડવું છે.
ADVERTISEMENT