તોફાન કરતા કોંગ્રેસી ગુંડાઓને 2002 થી ભાજપે શાંત કરી દીધા છે

હેતાલી શાહ/મહુધા : ગુજરાતમાં હાલ તમામ રાજનીતિ પાર્ટીઓ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતારીને છેલ્લી ઘડીનું જોર લગાવી રહી છે. તેવામાં ભાજપ તરફથી પીએમ મોદી અને અમિત…

gujarattak
follow google news

હેતાલી શાહ/મહુધા : ગુજરાતમાં હાલ તમામ રાજનીતિ પાર્ટીઓ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતારીને છેલ્લી ઘડીનું જોર લગાવી રહી છે. તેવામાં ભાજપ તરફથી પીએમ મોદી અને અમિત શાહ પોતે મેદાને છે. આજે ગુજરાતના મહુધામાં વિધાનસભામાંપ્રચાર દરમિયાન અમિત શાહે 2002 ના તોફાનોનો ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસીઓની તોફાન કરવાની આદત હતી
અમિત શાહે 2002 ના તોફાનોમાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, 2002 માં કોગ્રેસીઓની આદત હતી એટલા માટે તોફાનો થયા હતા. પરંતુ 2002 માં કોંગ્રેસીઓને એવો પાઠ ભણાવ્યો કે હવે તે લોકોની હિમ્મત જ નથી થઇ. 2002 થી 2022 સુધી ક્યારે પણ ગુજરાતમાં તેમણે નામ નથી લીધું. તોફાનો કરનારાઓની સામે કડક કાર્યવાહી કરીને ભાજપની સરકારે ગુજરાતમાં અખંડ શાંતિની સ્થાપના કરી હતી.

2002 થી કોંગ્રેસના તોફાનીઓની કમર તોડી નાખી
2002 માં કોંગ્રેસીઓની આદત હતી એટલા માટે તોફાનો થયા હતા પરંતુ 2002 માં કોંગ્રેસીઓને એવો પાઠ ભણાવ્યો કે, કોંગ્રેસીઓની હિમ્મત જ નથી થઇ. હાલ ગુજરાતમાં અખંડ શાંતિની સ્થાપના થઇ છે. કોઇ અસામાજિક તત્વની હિમ્મત નથી કે, ગુજરાતમાં અશાંતિ ફેલાવે કે એવો વિચાર પણ કરે. કાશ્મીર હોય કે ગુજરાત દરેક જગ્યાએ હાલ શાંતિ છે.

    follow whatsapp