Vibrant Gujarat 2024 : કોરિયન કંપની Simmtech સાણંદમાં 1,250 કરોડનું કરશે રોકાણ, જાણો ગુજરાત માટે કેટલું મહત્વપૂર્ણ

Simmtech Holdings to invest in Gujarat : રાજ્યમાં હાલ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10 મી આવૃતિ ચાલી રહી છે. આ સમિટમાં પીએમ…

gujarattak
follow google news

Simmtech Holdings to invest in Gujarat : રાજ્યમાં હાલ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10 મી આવૃતિ ચાલી રહી છે. આ સમિટમાં પીએમ મોદી સહિત 36 દેશોના વિદેશી મહેમાનોની હાજરી જોવા મળી હતી. આ સમિટમાં અંબાણી, અદાણી અને લક્ષ્મી મિત્તલે અત્યાર સુધીમાં ગુજરાતમાં મોટા રોકાણ માટેની જાહેરાત કરી હતી. એવામાં ગુજરાત માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરિયન કંપની સિમેટેક ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે.

કોરિયન કંપની સાણંદમાં 1,250 કરોડનું રોકાણ કરશે

અમદાવાદના સાણંદ ખાતે અમેરિકન સેમિકન્ડક્ટર ફર્મ માઈક્રોન્સ પ્લાન્ટને સ્થાપિત કરવામાં આવશે. સાણંદ ખાતેની જમીન આ પ્રોજેક્ટ માટે પહેલેથી જ ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે રૂ. 1,250 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. Simmtech એ વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર પેકેજિંગ IC સબસ્ટ્રેટ્સ અને હાઇ-ડેન્સિટી ઇન્ટરકનેક્ટ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) ઉત્પાદક છે.

 

    follow whatsapp