સિદ્ધપુર પાઈપલાઈનમાં મળેલા મૃતદેહના ટુકડા સાથે લવીનાનો દેહ પહોંચ્યો ઘરેઃ પરિવાર શોકમાં

પાટણઃ પાટણના સિદ્ધપુરનો ચોંકાવનારો કેસ કે જેના પર સતત લોકોની નજર છે તે કેસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં ડીએનએ રિપોર્ટ સામે…

gujarattak
follow google news

પાટણઃ પાટણના સિદ્ધપુરનો ચોંકાવનારો કેસ કે જેના પર સતત લોકોની નજર છે તે કેસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં ડીએનએ રિપોર્ટ સામે આવ્યો છે કે ગુમ થયેલી સિંધી સમાજની લવીના હરવાનીની જ આ લાશ હતી. પાઈપલાઈનમાં ફસાયેલા મૃતદેહના એક પછી એક ટુકડાઓ પોલીસને મળી આવ્યા હતા. શહેરના પીવાના પાણીની પાઈપ લાઈન્સમાંથી તેના મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. જોકે હજુ સુધી એ બાબત સામે આવી નથી કે તેના મૃત્યુ પાછળનું કારણ શું છે? જોકે હવે જ્યારે ડીએનએમાં તેની ઓળખ થઈ છે ત્યારે પોલીસે લવીનાનો દેહ તેના પરિવારને સોંપ્યો હતો. લવીનાના મૃતદેહને ઘરે જોઈ પરિવારની હાલત અત્યંત શોકમાં અને આઘાતમાં જોવા મળી હતી.

‘મોદી ન્હોતા લાવવા માગતા 2000ની નોટ’- પૂર્વ મુખ્ય સચિવનું ચોંકાવનારું નિવેદન

સ્થાનીકો માગી રહ્યા છે ચીફ ઓફિસરનું સસ્પેન્શન
સ્થાનીકોના જણાવ્યાનુસાર, ગઈ 12 મેનના રોજ સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તાર સહિત આજુબાજુના 500 થી વધુ મકાનોમાં ગંદા પાણીની સમસ્યા હતી. જ્યારે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં ગંદા પાણીના મામલાને લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી. નગરપાલિકાએ આ બાબતમાં કોઈ પ્રકારનું ધ્યાન ના અપાતા સતત પાણી આપતા ગયા અને જ્યારે ગંદુ પાણી કેમ આવી રહ્યું છે? તેની કોઈપણ પ્રકારની ચકાસણી કરવામાં ન આવી, 16 મે ના રોજ લોકોના ઘરમાં પાણી આવતું અચાનક બંધ થઈ ગયું ત્યારે નગરપાલિકાના અધિકારીઓને આંખ ઉઘડી અને જ્યારે પાઇપલાઇનનું ખોદગામ ચાલુ કર્યું ત્યારે પાઇપમાંથી માનવ મૃતદેહના અવશેષો નીકળતા જ લોકોમાં ફફડાટ મચી ગયો, સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ ચાર દિવસ સુધી જ્યારે લોકો મૃતદેહ વાળું પાણી પી રહ્યા હતા ત્યારે ફરક્યા પણ નથી જ્યારે પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો નીકળ્યા ત્યારે તંત્ર દોડતું થયું છે. તેમના કારણે લોકોને મૃતદેહ વાળુ પાણી પીવું પડ્યું અને હવે તેમના પર કાર્યવાહી થાય, તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લેખિત માગણી લોકો કરી રહ્યા છે.

લવીનાના એક સ્વજન સુંદરભાઈ હરવાનીએ શું કહ્યું આવો જાણીએ…

(ઈનપુટઃ વિપિન પ્રજાપતિ, પાટણ)

    follow whatsapp