હોળી પર હનુમાનજી મંદિરમાં મુસ્લિમ સમાજ આપે છે શ્રીફળ-રૂ.101, 92 વર્ષથી ચાલે છે અનોખી પરંપરા

વિપિન પ્રજાપતિ/પાટણ: સિદ્ધપુરમાં હોળી-ધૂળેટીનો તહેવાર આનંદ ઉત્સાહ તેમજ કોમી એકલાસના શાંતિભર્યા માહોલમાં ઊજવાયો હતો. જૂની વ્હોરવાડમાં આવેલા છબીલા હનુમાન દાદાના સ્થાનક ખાતે ધૂળેટીના દિવસે વ્હોરા…

gujarattak
follow google news

વિપિન પ્રજાપતિ/પાટણ: સિદ્ધપુરમાં હોળી-ધૂળેટીનો તહેવાર આનંદ ઉત્સાહ તેમજ કોમી એકલાસના શાંતિભર્યા માહોલમાં ઊજવાયો હતો. જૂની વ્હોરવાડમાં આવેલા છબીલા હનુમાન દાદાના સ્થાનક ખાતે ધૂળેટીના દિવસે વ્હોરા સમાજ દ્વારા ગાયકવાડ સમયથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શ્રીફળ અને સવાસો રૂપિયા હિન્દૂ મહાજન પ્રમુખને અર્પણ કરી ઝેરની યાત્રાનું સામૈયું કરાયું હતું.

કેમ ચાલુ કરાઈ હતી આ પરંપરા?
સિદ્ધપુરમાં આ પરંપરા ગાયકવાડ સ્ટેટ વખતથી ચાલી આવે છે. એ વખતે રુદ્રામહાલય પાસે આવેલ છબીલા હનુમાનજીની મૂર્તિને અસમાજિક તત્વોએ નુકશાન પહોંચાડતા ગામમાં કોમી તોફાનો થયાં હતા અને જેને લઈને ગાયકવાડ સ્ટેટ દ્વારા સિદ્ધપુરના ધર્મ ચકલામાં કોર્ટ બેસાડી હતી. અને સમાધાનના ભાગ રૂપે વ્હોરા સમાજને હિન્દુ યાત્રાનું સ્વાગત કરવાનું કહ્યું હતું. ત્યારથી આ ઝેરની યાત્રા ધૂળેટીએ નીકળે છે એનું વ્હોરા સમાજ રુદ્રા મહાલય પાસે સ્વાગત કરે છે.

આ પણ વાંચો: ‘રંગ બરસે…’ અમદાવાદમાં ભારતીય ક્રિકેટરોની બસમાં હોળી પાર્ટી, Kohli મન મૂકીને ઝૂમ્યો, જુઓ VIDEO

વ્હોરા સમાજ સ્વાગત કરે બાદમાં જ મંદિરમાં ધજા ચડાવાય છે
આ યાત્રામાં કોટવાલી ઠાકર પરિવાર મંડીબજાર દુધલીમલ ગુરુમરાજના મંદિરથી ધજા લઇને વાજતે ગાજતે નીકળે છે. જેનું ચોકે ચોકે સ્વાગત થાય છે અને છેલ્લે છબીલા હનુમાનજી મંદિરે વ્હોરા સમાજ સ્વાગત કરી લે તે પછી એ ધજા હનુમાનજીના મંદિરે ચઢાવાય છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp