શ્રી કૃષ્ણ જન્મોત્સવ : નંદ ઘેર આનંદ ભયો..., ડાકોર-દ્વારકા અને શામળાજી સહિત દેશભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી

Janmashtami 2024: આજે (26 ઓગસ્ટ) દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે.

જન્માષ્ટમી 2024

Janmashtami 2024

follow google news

Janmashtami 2024: આજે (26 ઓગસ્ટ) દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. મંદિરો રોશનીથી ઝગમગી રહ્યા છે અને ફૂલો-માળાઓથી સજેલી દિવાલો ખીલી ઉઠી છે. મોરપંખથી પ્રાંગણ સજેલું છે અને સમગ્ર પરિસર 'હાથી-ઘોડા પાલકી જય કનૈયા લાલ કી'ના નારાથી ગૂંજી ઉઠ્યા છે.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:27 AM • 27 Aug 2024
    તુલશીશ્યામ મંદિરે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

    ગીરના ગાઢ જંગલમાં બિરાજમાન તુલશીશ્યામ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ છે. રાત્રિના 12 ટકોરે શ્યામ ભગવાનની ભવ્ય આરતી કરાઇ હતી. ગાઢ જંગલ વચ્ચે બિરાજતા શ્યામ ભગવાનના દર્શને ભક્તોની ભીડ જોવા મળી. જય રણછોડ માખણ ચોર ના નાદથી તુલશીશ્યામ ગુંજી ઉઠ્યું.

     

     

  • 01:13 AM • 27 Aug 2024
    શામળાજીમાં ભગવાનના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

    યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમીની ભારે ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ભક્તો ભગવાનના જન્મોત્સવની જોરશોરથી તૈયારી કરી રહ્યા હતા. મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપાલવના તોરણથી લઈને તમામ નાની નાની તૈયારીઓ કરવામાં આવી હતી.

     

  • 01:05 AM • 27 Aug 2024
    અમદાવાદમાં અનેક મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી

    અમદાવાદના જગન્નાથ મંદિર, સોલા ભાગવત, રાધે ક્રિષ્ના મંદિર, ઈસ્કોન મંદિર સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. ત્યારે તમામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

  • 12:35 AM • 27 Aug 2024
    ભગવાન શ્રી દ્વારકાધીશના કરો દર્શન

     

  • 12:30 AM • 27 Aug 2024
    ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

    અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન કૃષ્ણના પૂજા-અર્ચના કરી હતી. ભક્તો પણ શ્રીકૃષ્ણના દર્શનનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા. આ દરમિયાન જય શ્રીકૃષ્ણના નાદ સાથે ઇસ્કોન મંદિર ગૂંજી ઉઠ્યું છે.

     

  • 12:25 AM • 27 Aug 2024
    દ્વારકા જગતમંદિરમાં ભગવાનનો જન્મોત્સવ

    દ્વારકામાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરાઈ છે. ભગવાન દ્વારકાધીશને આભૂષણો અને વસ્ત્રોનો વિશેષ શૃંગાર કરાયો છે. કૃષ્ણ મંદિર પરિસરમાં ભાવિ ભક્તોએ ભજન અને કીર્તન કરી રહ્યાં છે. વિશેષ પૂજા અને આરતીની સાથ ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે.

  • 12:16 AM • 27 Aug 2024
    મથુરા : નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...

    મથુરામાં લાલાનો જન્મના વધામણા થયા. શ્રીકૃષ્ણની ઝલક પામવા માટે ભક્તો ઉમટી પડ્યા છે.


     

     

  • 12:11 AM • 27 Aug 2024
    ઇસ્કોન મંદિર, દિલ્હીમાં ધૂમધામથી મનાવાઈ જન્માષ્ટમી

    દિલ્હીના ઇસ્કોન મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. સમગ્ર પરિસર ભક્તિમય આનંદમાં ડૂબ્યું છે.



     

     

  • 12:09 AM • 27 Aug 2024
    મથુરામાં જન્મભૂમિ મંદિરથી કરો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન

    મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર ભાગવત ભવનના શણગાર અને ભવ્યતા વરસાદ બાદ વધુ સુંદર દેખાઈ રહી છે. અહીં કરો ભગવાનના LIVE દર્શન...

     

  • 12:02 AM • 27 Aug 2024
    શ્રી કૃષ્ણ જન્માષ્ટમી : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ઉજવણી
follow whatsapp