અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાજપને નિરાશાનો સાનો કરવો પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાત તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. હાલના મંત્રીમંડળના અનેક નેતાઓ અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ત્યાંથી જ સાંસદ છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી પણ હાલ દક્ષિણની જ સીટ સુરતમાં સૌથી વધારે જોર લગાવી રહી છે. તો કોંગ્રેસ દક્ષિણના આદિવાસી વોટર્સને ફરી રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતના પરિણામો જો કે 8 ડિસેમ્બરે જાહેર થશે. ભાજપ આવશે કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી તે 8 તારીખે જાહેર થશે પરંતુ તે પહેલા સર્વે દ્વારા કોની સરકાર આવશે તે જાણી શકાય છે. ABP અને સી વોટર સર્વે દ્વારા સર્વેના આંકડા બહાર પાડવામાં આવ્યા છે.
એબીસી સીવોટર દ્વારા સર્વે કરાયો હતો જેમાં તેમણે જણાવ્યું કે, ભાજપ વિક્રમી 134 થી 142 બેઠકો મેળવશે. કોંગ્રેસને 28-36 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે આમ આદમી પાર્ટી 7-15 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અપક્ષ 2 સીટો આવે તેવી શક્યતા છે. આ સર્વેમાં શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ સ્થિતિ જોવા મળી શકે છે.
બીજી તરફ જ્યારે વોટશેરની વાત કરીએ તો તેમાં આમ આદમી પાર્ટી ખુબ જ સફળતા પ્રાપ્ત કરી રહી છે. ભાજપને 43.90 ટકા વોટશેર મળશે, કોંગ્રેસ 31.10 જ્યારે આમ આદમી પાર્ટી 19.60 ટકા વોટ શેર મળશે. જો કે અપક્ષ પણ 5.30 ટકા મત મળશે.
ADVERTISEMENT