GUJARAT વિધાનસભા પહેલા ભાજપના લિટમસ ટેસ્ટનું આંચકાજનક પરિણામ, માત્ર 3 બેઠકો પર જ…

Krutarth

06 Nov 2022 (अपडेटेड: Nov 6 2022 11:16 AM)

અમદાવાદ : 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી થઇ હતી. જે પૈકી 7 માંથી 3 પર ભાજપ 2 પર કોંગ્રેસ અને 1 સીટ…

gujarattak
follow google news

અમદાવાદ : 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી થઇ હતી. જે પૈકી 7 માંથી 3 પર ભાજપ 2 પર કોંગ્રેસ અને 1 સીટ પર આરજેડી અને 1 બેઠક પર ઉદ્ધવ ઠાકરે પાર્ટીનો વિજય થયો હતો. દેશમાં 6 રાજ્યોની કુલ 7 વિધઆનસભા સીટો ધારાસભ્યોના નિધન અને અન્ય કારણોથી ખાલી પડી હતી. જેના પર પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. આરજેડીએ બિહારના મોકામાં સીટ કબજે કરી છે. બીજી તરફ ગોપાલગંજ અને ગોકર્ણનાથ સીટ પર ભાજપે જીત મેળવી છે. મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ, તેલંગાણા મુનુગોડે, ઓડિશાની ધઆમનગર અને હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી હતી. આ બેઠકો પર ગુરૂવારે મતદાન થયું હતું.

બિહારના મોકા અને ગોપાલગંજની સીટ પર કબજો
બિહારના ગોપાલગંજ અને મોકા સીટ પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપને ગોપાલગંજની સીટ મળી હતી જ્યારે આરજેડીએ મોકા સીટ પર કબજો કર્યો હતો. મોકા સીટ પર બાહુબલી નેતા અનંત સિંહની પત્ની નીલમ દેવીએ ચૂંટણી જીતી હતી. ભાજપની સોનમદેવીનો પરાજય થયો હતો. બીજી તરફ ગોપાલગંજ સીટ પર ભાજપના કુસુમદેવી જીત્યા હતા. તેમણે આરજેડીના મોહન પ્રસાદને પરાજીત કર્યા હતા.

ઉત્તરપ્રદેશમાં જો કે ભાજપનો દબદબો યથાવત્ત
ઉત્તરપ્રદેશમાં ભાજપે પોતાનો દબદબો યથાવત્ત રાખ્યો હતો. ગોલાગોકર્ણનાથ બેઠકમાં માર્ચ મહિનામાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ ગીરી ચૂંટાયા હતા. જો કે તેમના અવસાન બાદ ખાલી પડેલી સીટ સપા અને ભાજપ પર પ્રતિષ્ઠાની લડાઇ હતી. જો કે આ સીટ ભાજપે કબ્જે કરી હતી. યોગીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો હતો.

અંધેરી વિધાનસભા સીટ પર ઉદ્ધવ જુથના ઉમેદવારની જીત
અંધેરી પૂર્વ વિધઆનસભા સીટ પર ઉદ્ધવ જુથ અને શિંદે જુથ વચ્ચે પહેલો લીટમસ ટેસ્ટ હતો. જો કે આખરે ઉદ્ધવ જુથના ઋતુજા લટકેને 42342 મત મળ્યા હતા. બીજા નંબરે NOTA હ્યું હતું. બાલા નાદરેને 1051, મત મળ્યા હતા. ત્યાર બાદના ઉમેદવારો 3ના આંકડાને પાર પણ કરી શક્યા નહોતા.

હરિયાણાના આદમપુર સીટ પર ભાજપની પ્રથમવાર જીત
જ્યારે હરિયાણાના આદમપુર સીટ પર ભાજપ પ્રથમ વખત જીત મેળવી હતી. ભાજપની ઐતિહાસિક જીત થઇ ચુકી છે. જીતનો શ્રેય ભજનલાલ પરિવારને જાય છે. જે છેલ્લા 54 વર્ષથી આ બેઠક પર શાસન કરી રહ્યા છે. અહીં ભજનલાલ પરિવાર કોંગ્રેસની ટિકિટ પરથી જીતતો રહ્યો છે. ભવ્યાના પિતા કુલદીપ હાલમાં ભાજપમાં જોડાયા બાદ રાજકીય સમીકરણો બદલાઇ ચુક્યા છે.

    follow whatsapp