Bharuch News: ગુજરાતમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી પ્રેમજાળમાં ફસાવી તરછોડી દેવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. તો હિન્દુ નામ ધારણ કરીને પણ દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અનેક દીકરીઓ આ માયાજાળમાં ફસાઈ ચૂકી છે. લવજેહાદને કાબૂમાં લેવા કાયદાઓ પણ કડક બનાવવામાં આવ્યા છે તો પણ આવા લોકોને કાયદાનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે ભરૂચમાંથી પણ આવો જ બનાવ સામે આવ્યો છે. જોકે, હકીકત યુવતીની સામે આવતા જ તેણે યુવકના ઘરે પહોંચીને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી મિત્રતા
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતી યુવતી નોકરી માટે ભરૂચ આવી હતી. આ દરમિયાન યુવતીને સોશિયલ મીડિયા દ્વારા આર્ય પટેલ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદ બંનેએ વાતચીત ચાલુ કરી હતી અને થોડા દિવસ બાદ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
સત્ય સામે આવતા હચમચી ગઈ યુવતી
જોકે, થોડા દિવસ બાદ યુવકને લઈને એક સત્ય સામે આવતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવતીને જાણવા મળ્યું હતું કે તે જે યુવક સાથે વાતચીત કરી રહે છે, તેનું અસલી નામ આર્ય પટેલ નહીં આદીલ અબ્દુલ પટેલ છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર આદીલના બદલે આર્ય પટેલના નામે એકાઉન્ટ બનાવ્યું હતું. એટલું જ નહીં આ આદીલ ભરૂચના ચાવજ ગામનો રહેવાસી હોવાનું અને તે પરણીત હોવાનું પણ યુવતીને જાણવા મળ્યું હતું.
પોલીસે શરૂ કરી તપાસ
સત્ય સામે આવ્યા બાદ યુવતી સીધી ચાવજ ગામે આવેલા યુવકના ઘરે પહોંચી હતી અને આદીલ અબ્દુલ પટેલને લાફાવાળી કરી હતી. આ બનાવને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ આ સમગ્ર બનાવ બાબતે ભરૂચ એસપીને જાણ કરવામાં આવી હતી. હાલ ભરૂચ એસપી દ્વારા આ મામલે મહિલા પોલીસ ટીમને તપાસ સોંપવામાં આવી છે.
વિથ ઈનપુટઃ ગૌતમ ડોડિયા
ADVERTISEMENT