અમરેલીઃ ગુજરાત પોલીસના આકરા રૂપને તો આપણે જોયો જ છે, સાથે જ હમણાં કોરોના કાળમાં પોલીસના આકરા રૂપની સાથે સાથે પોલીસનું માનવીય હૃદય પણ આપણે જોયું હતું. હાલમાં બિપોરજોયનું સંકટ જ્યારે ગુજરાતના માથે છે ત્યારે વધુ એક વખત ગુજરાત પોલીસનું હિંમત અને માનવતા ભર્યું રૂપ એક સાથે જોવા મળ્યું છે. અમરેલી પોલીસ દ્વારા લોકોની મદદ માટે તોફાની દરિયામાં નાવડી સાથે ઉતરીને લોકોના બાળકો સુધી દૂધ અને બટાટા જેવી ભોજન સામગ્રી પહોંચાડવામાં આવી છે. તો આવો વિગતે જાણીએ ગુજરાત પોલીસની આ હિંમત અંગે…
ADVERTISEMENT
પોરબંદરઃ Biparjoyના સંકટમાં સામે આવ્યા યુવાનો, ટીમ બનાવી સંકટ સમયે કરશે મદદ
કેવી રીતે પોલીસ આવી લોકોની મદદે
અમરેલીમાં બિપોરજોય વાવાઝોડા વચ્ચે પોલીસનો માનતા ભર્યો ચહેરો જોવા મળ્યો છે. ઝાફરાબાદના ફોક્સ બેટ ટાપુ પર પોલીસે દૂધ અને બટાટાના પેકેટ્સ મોકલ્યા છે. અહીં લગભગ 10 હજાર લોકોની વસ્તી ધરાવતા શિયાળ બેટમાં બાળકો માટે 288 બેગ દૂધ અને 250 કિલો બટાટા મોકલવામાં આવ્યા છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે સમુદ્રની તોફાની લહેરો વચ્ચે અમરેલી પોલીસ આ બધો માલસામાન બોટમાં ભરી બોટ દ્વારા લોકો સુધી પહોંચીને આ સામગ્રી પહોંચાડી હતી. આ તકે DySP હરેશ વોરાએ પોલીસની કામીગીરી અંગે જાણકારી આપી હતી. આવો જોઈએ તેમણે શું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત રાત્રે જ મરીન પોલીસની ટુકડી દ્વારા અહીં શિયાળ બેટની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા થતા તેને દરિયાના માર્ગે ભયાનક સમુદ્રી મોજાઓ વચ્ચે 108 ઈમર્જન્સી સેવાની ટીમ સાથે રાજુલાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે આ શિયાળ બેટ દરિયાની વચ્ચે આવેલું છે. હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈને અહીં રહેતી મોટી જનમેદની માટે ભારે કપરો સમય છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT