ભાવનગર: હાલમાં જ ડમીકાંડમાં નામ નહીં લેવાને લઈને કરવામાં આવેલા તોડ મામલે યુવરાજસિંહના એક સાળા કાનભા પોલીસ રિમાન્ડમાં વટાણાં વેરી નાખી પોલીસને 38 લાખ રૂપિયા ભરેલી બેગ સુધી લઈ જાય છે. તો બીજી તરફ આ ફરિયાદમાં નામ સામે આવતા વિદ્યાર્થી નેતાયુવરાજસિંહ જાડેજાના વધુ એક સાળા શિવુભા ગોહિલ દ્વારા સામેથી પોલીસ સમક્ષ હાજર થવાની વાત કરવામાં આવી છે. શિવુભાએ કહ્યું છે કે, હું એક કલાકમાં પોલીસ સમક્ષ હાજર થવાનો છું.
ADVERTISEMENT
શિવુભાએ કહ્યું
શિવુભા ગોહિલે કહ્યું કે, હું શિવુભા ગોહિલ (યુવરાજસિંહ જાડેજા ના સાળા) 1 કલાકમાં નિલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગર ખાતે, સામે ચાલીને મીડિયાની હાજરીમાં પોલીસ સમક્ષ હાજર થવા જાઉં છું.
UP 112 પર યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકીથી હડકંપ
ડમીકાંડમાં શું?
ભાવનગરના ડમી કૌભાંડમાં કુલ મળી ૩૬ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારોને ઉઠાવી લીધા હતા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈ.જી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પણ કરી નાખવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા વધુને વધુ ડમી કૌભાંડમાં એક પછી એક પોપડાં ખોલી રહી છે. ગુનો આચરનાર શખ્સોની ધરપકડ કરવાનો દૌર શરૂ રહ્યો હતો ત્યારે આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી હતી અને સઘન પુછપરછ જ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT