- ભરૂચના દરિયામાંથી શિવલિંગ મળી આવ્યું
- માછીમારોને સમુદ્રમાંથી મળી આવ્યું શિવલિંગ
- આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા
Gujarat Shivling From Sea: ભરૂચના દરિયામાંથી શિવલિંગ મળી આવ્યું છે. આ શિવલિંગનું વજન લગભગ એક ક્વિન્ટલ છે. વાસ્તવમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમની જાળમાં આ શિવલિંગ ફસાયું હતું. ઘણી મહેનત બાદ માછીમારો શિવલિંગને દરિયાકાંઠે લાવ્યા હતા. હવે તેને જોવા માટે આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
માછીમારી કરવા દરિયામાં ગયા હતા માછીમારો
જંબુસર તાલુકાના કાવી ગામના 10 માછીમારો દરિયામાં માછલી પકડી રહ્યા હતા. આ માટે તેમણે જાળ ફેંકતાની સાથે જ તેમને થોડું ખેંચાણ અનુભવ્યું. તેઓએ વિચાર્યું કે કદાચ કોઈ મોટી માછલી ફસાઈ ગઈ હશે. માછીમારોએ તેમની જાળ સમેટવાનું શરૂ કર્યું. જાળ ખૂબ જ ભારે હતી. મહામહેનતે જ્યારે તેઓએ જાળ ભેગી કરી ત્યારે તેમને કંઈક ભારે પથ્થર જેવું લાગ્યું. જ્યારે જાળને હોડીમાં લાવવામાં આવી, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તે પથ્થર શિવલિંગના આકારમાં હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT