શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખી મોરબીની ઘટનાને સુઓમોટો તરીકે લેવા વિનંતી કરી

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મોરબીની ઘટનાને લઈને અગાઉ પણ નીવેદન કરી ચુક્યા છે કે લોકોના મોતના મામલામાં મારે રાજકારણ કરવું નથી. તેમણે આ…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મોરબીની ઘટનાને લઈને અગાઉ પણ નીવેદન કરી ચુક્યા છે કે લોકોના મોતના મામલામાં મારે રાજકારણ કરવું નથી. તેમણે આ ઉપરાંત આજે બુધવારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક વિનંતીના સુરમાં પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે મોરબીની ઘટનાને હાઈકોર્ટ સુઓમોટો તરીકે લે.

સુઓમોટો લઈ આ અરજીને પીઆઈએલમાં તબ્દીલ કરવા વિનંતીઃ વાઘેલા
મોરબીમાં લોકોના જીવ રૂપે મોટી ઘાત ગુજરાત પર પડી છે. આ ઘટનામાં મૃતકોને ન્યાય માટે ઠેરઠેરથી માગ ઉઠી રહી છે. ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો ઘણા આખા પરિવારો જ વેરવિખેર થઈ ગયા છે. આ મામલામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને મોરબીની ઘટનાને સુઓમોટો કોગ્નિજેંટ લેવાની વિનંતી કરવામાં આવી છે. તેમણે પત્ર લખતા અપીલ કરી છે કે આ ઘટનાને સુઓમોટો તરીકે લઈને આ અરજીને પીઆઈએલમાં તબ્દીલ કરવામાં આવે.


પ્રાથના સાથે આ પત્ર લખી રહ્યો છું: બાપુ
તેમણે પત્રમાં લખ્યું છે કે મોરબીમાં સસ્પેન્શન પુલ પડી જવાને લીધે 140 લોકો કે જેમાં મહિલાઓ, બાળકો પણ છે જેમના જીવ ગયા છે. કારણ કે તે બ્રીજની મેઈન્ટેઈનન્સની જવાબદારી એક ખાનગી કંપની પાસે હતી. મારી પ્રાથના સાથે આ પત્ર આપને લખી રહ્યો છું કે આ ઘટનાને સુઓમોટો તરીકે લઈ તેની કાર્યવાહી કરવામાં આવે. કંપનીએ 143 વર્ષ જુના બ્રિજની કામગીરી હાથધરીને 26 ઓક્ટોબરે તેને લોકો માટે ખુલ્લો મુકી દીધો. તેમણે ત્રણ પેજમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ અંગે વિવિધ માહિતી પુરી પાડતા વારંવાર સુઓમોટો તરીકે કાર્યવાહી ચલાવવાની વિનંતી કરી છે.

    follow whatsapp