અમદાવાદ : મોડી રાત્રે ચાલી રહેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા બીજી યાદી પર મંથન ચાલી રહ્યું હતું. જેમાં પાર્ટીના તમામ ઉચ્ચ પદસ્થ નેતાઓ હાજર હતા. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો હાજર હતા. દરમિયાન એક બીજા મોટા સમાચાર આવ્યા હતા. જેમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાય તેવા સમાચારો સામે આવ્યા હતા.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ બાપુ ગુજરાતના દિગ્ગજ નેતાઓ પૈકીના એક માનવામાં આવે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ નેતા વિપક્ષ હતા. નરેન્દ્ર મોદી અને તેઓએ કારકિર્દીની શરૂઆત આરએસએસથી જ કરી હતી. શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિનું એક દિગ્ગજ નામ છે.
નરેન્દ્ર મોદી પણ તેમને ઘણો આદર આપે છે. બંન્ને જ્યારે કાર્યકર્તાઓ હતા ત્યારે સંઘનો પ્રચાર પ્રસાર સાથે અને જાત્તે ફરીને કરતા હતા. એક સ્કુટરમાં બેસીને જતી તેમની અનેક તસવીરો છે. જો કે કેશુબાપાની સરકાર સમયે શંકરસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. તેઓ હજુરિયા ખજુરિયા કાંડના કારણે પણ ખ્યાતનામ છે.
ADVERTISEMENT