બનાસકાંઠા: બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં છે. નિયામક મંડળીની બેઠકમાં બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરીની ફરી એકવાર ચેરમેન પદે બિનહરીફ વરણી થઇ છે. તો ભાવાભાઈ રબારીને પણ વાઈસ ચેરમેન પદે રિપીટ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
એશિયાની સૌથી મોટી બનાસડેરીમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ચેરમેન પદ પર રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસચેરમેન પર ભાવાભાઈ રબારીને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે. બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૉધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 16 ડિરેક્ટર ની હાજરીમાં અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
છેલ્લા 7 વર્ષથી શંકર ચૌધરી છે ચેરમેન
બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથી ભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન રહ્યા હતા. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા )
ADVERTISEMENT