અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ હવે લોકસભાની ચૂંટણી પર કોંગ્રેસની નજર છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાના એક બાદ એક રાજીનામાં પડવા લાગ્યા હતા અને કોંગ્રેસ સતત તૂટી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની સત્તા રાજ્યસભાના સંસદ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલ આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી. આ દરમિયાન આજે તે પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ચાર્જ વિધિવત રીતે સંભાળશે તેવું નક્કી હતું પરતું છેલ્લી ઘડીએ આજે ચાર્જ સાંભળવાનું શક્તિસિંહ ગોહિલે કેન્સલ કર્યું છે.
ADVERTISEMENT
જાણો શું હતો આજનો કાર્યક્રમ
આજે 18 જુનને રવિવારે સવારે 10 વાગ્યાનો ભજન અને પદયાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો. આજે રવિવારે સવારે 10 કલાકે ગાંધી આશ્રમ, સાબરમતી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ભજન, પ્રાર્થના અને ત્યાર બાદ ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં કરી હતી.
ભાવનગરના કોંગ્રેસના નેતા અને પક્ષના રાષ્ટ્રીય આગેવાન શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે જવાબદારી સોંપી છે ત્યારે રવિવારે શક્તિસિંહ ગોહિલના આ પદગ્રહણ સમારોહમાં ભાગ લેવા રાજ્યભરના નેતાઓ પહોંચ્યા હતા.
આ કારણે ન સાંભળ્યો આજે કાર્યભાર
શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમ પહોંચી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, બાદ તેઓ આજે પ્રદેશ કાર્યલય પહોંચીને કોગ્રેસ પ્રદેશાધ્યક્ષનો કાર્યભાર સંભાળવાના હતા. જો કે આજે અમાસ હોવાના કારણે કાર્યભાર ન સંભાળવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને આવતી કાલે કાર્યભાર સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે આજે રાજીવ ગાંધી ભવન પર માત્ર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
ADVERTISEMENT