અમદાવાદ: મોદી સરનેમ પર આપેલા નિવેદન મામલે રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે માનહાનિ મામલામાં સજા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટે સુરતની નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કર્ણાટકમાં બોલાયેલી બાબતનો સુરતમાં કેસ કઈ રીતે થયો. જ્યારે અમિત ચાવડાએ કહ્યું કે, લોકશાહીમાં માને છે તેવા લોકોને દુઃખ થાય એવો નિર્ણય આજે આવ્યો છે. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે, બપોરે 3 વાગ્યે જજમેન્ટ જોયા પછી મનુ સંઘવી વાત કરશે, ટેકનિકલ મુદ્દા ઘણા છે. કર્ણાટકમાં બોલાયેલી બાબતનો સુરતમાં કેસ કઈ રીતે થયો. નિરવ મોદી અને લલિત મોદી દેશને લૂંટીને ગયા તો એ બાબત ખોટી નથી. અમરેલીના સાંસદ નારણ કાછડિયાને મારામારીના કેસમાં સુપ્રીમમાંથી રાહત મળી હતી. 80થી 90 પેજનો ચુકાદો છે. AICC તરફથી ચુકાદો આવ્યા પછી વાત કરશે. કર્ણાટકમાં બોલ્યા તો સુરતમાં કેસ કરાયો તો કાનૂની પ્રક્રિયા કરી નથી. રાહુલ ગાંધી કોઈ સમાજ વિરુદ્ધ નથી બોલ્યા. તેમણે કોઈ ગુનો નાથી કર્યો.
જનતાની અદાલત સૌથી મોટી છે. જનતા બધું જાણે છે કે અંદર અને બહાર શું ચાલે છે. સુપ્રીમ કોર્ટ ફાઇનલ ઓથોરિટી છે. માત્ર સામાન્ય FIR થાય તેને નજર રાખો તો ભાજપના 80 ટકા લોકો સામે થાય. વિપક્ષ મજબૂતીથી એક થશે.
અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું: અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કોર્ટના નિર્ણય અંગે જણાવ્યું હતું કે, લોકશાહીમાં માને છે તેવા લોકોને દુઃખ થાય એવો નિર્ણય આજે આવ્યો છે. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. રાહુલનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. વિવિધ જગ્યાએ માનહાનિના કેસો કરવામાં આવ્યા છે. એક બાદ એક ચુકાદા આપવામાં આવી રહ્યા છે કે લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. દેશના અન્યાયો પર અવાજ ઉઠાવ્યો અને સાંસદમાં અવાજ ન ઉઠાવે એના માટે માનહાનિના કેસો કરવામાં આવ્યા છે.
જયરામ રમેશે ટ્વિટ કરી આપ્યું નિવેદન
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુજરાત હાઇકોર્ટના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધી સંસદને ગેરલાયક ઠેરવવા અંગે ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેંચનો નિર્ણય અમારા ધ્યાન પર આવ્યો છે. માનનીય ન્યાયાધીશની દલીલોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જે તે હોવો જોઈએ. ડો.અભિષેક મનુ સિંઘવી બપોરે 3 વાગ્યે મીડિયા સાથે આ અંગે વિગતવાર ચર્ચા કરશે. હાઈકોર્ટના નિર્ણયથી આ કેસને આગળ વધારવાનો અમારો સંકલ્પ બમણો થયો છે.
ADVERTISEMENT