Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. વહેલી સવારમાં અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રી કરતા ઓછું જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રી કરતા ઓછું
અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગર 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. આ સિવાય નલિયા 13 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. પાલનપુર 14 ડિગ્રી, ભાવનગર 19 ડિગ્રી, રાજકોટ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. જો કે 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરાઇ છે. જેના કારણે ઠંડી બાદ ગરમીનો અહેસાસ થશે.
ADVERTISEMENT