જર્મનીમાં અનેક ફ્લાઇટ્સ રદ્દ: લુફ્થાંસા એરલાઇનની સિસ્ટમ ઠપ્પ થઇ

બર્લિન : જર્મનીની લુફ્થાંસા એરલાઇન્સના કોમ્પ્યુટર સિસ્ટમમાં બુધવારે ટેક્નીકલ ખરાબી સર્જાઇ હતી. જેના તારણે અનેક ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી હતી. કંપનીએ પોતાના અધિકારીક નિવેદનમાં જણઆવ્યું…

gujarattak
follow google news

બર્લિન : જર્મનીની લુફ્થાંસા એરલાઇન્સના કોમ્પ્યુટર સિસ્ટમમાં બુધવારે ટેક્નીકલ ખરાબી સર્જાઇ હતી. જેના તારણે અનેક ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી હતી. કંપનીએ પોતાના અધિકારીક નિવેદનમાં જણઆવ્યું કે, IT સિસ્ટમ ફેલ હોવાના કારણે અનેક સમસ્યા થઇ છે. જેને ઝડપથી દુરસ્ત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ મુદ્દેની તપાસ પણ ચાલી રહી છે કે આખા ગ્રુપની આઇટી સિસ્ટમ પર અસર કઇ રીતે પડી.

અમેરિકામાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાઇ હતી
ગત્ત મહિને અમેરિકામાં પણ આ પ્રકારની સમસ્યા સામે આવી હતી. જેના કારણે હજારો ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી હતી. કંપનીના સ્પોકપર્સને કહ્યું કે, માત્ર લુફ્થાંસા ગ્રુપની ફ્લાઇટ્સ પર અસર પડી છે. અમે તેને ઝડપથી પુર્વવત્ત કરવામાંટે પ્રયાસરત્ત છીએ. સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કેટલાક પેસેન્જર્સે કહ્યું કે, કંપની હવે અમને બોર્ડિંગ માટે પેન અને પેપરની મદદથી માહિતી આપી રહી છે અને માંગી રહી છે. જેના કારણે ડિજિટલ ઓપશન્સ હાલ કામ નથી કરી રહ્યા. લગેજ મુદ્દે પણ ઘણી સમસ્યાઓ આવી રહી છે.

જર્મની એરપોર્ટ પર પેન પેપરથી કામગીરી કરવાની ફરજ પડી
ખાસ વાત છે કે, આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બે દિવસ બાદ જર્મનીના 7 એરપોર્ટ્સના કર્મચારીઓ કેટલીક માંગણીઓ મુદ્દે હડતાળ કરવાની ધમકી ઉચ્ચારી રહ્યા છે. અમેરિકામાં ગત્ત મહિને NOTAM (નોટિસ ટુ એર મિશન્સ) સિસ્ટમમાં સર્જાયેલી ખરાબીના કારણે 9600 ફ્લાઇટ્સ લેટ થઇ હતી. જ્યારે 1300 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામા આવી હતી.

અનેક ફ્લાઇટ્સને ગ્રાઉન્ડ કરી દેવાની ફરજ પડી હતી
અમેરિકામાં 2001 માં થયેલા આતંકવાદી હુમલા બાદ એવું પહેલીવાર થયું. જ્યારે એટલી ફ્લાઇટ્સને ઉડ્ડયન કરવામાં મોડુ થયું અને તેમને ગ્રાઉન્ડ પર જ અટકાવી દેવામાં આવી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને 4 કલાકની જહેમત બાદ ફ્લાઇટ ઓપરેશન ફરી એકવાર પૂર્વત્ત કરવામાં સફળતા મળી હતી. મામલો એટલો ગંભીર હતો, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ મુદ્દે વ્હાઇટ હાઉસમાં ઇમરજન્સી મીટિંગ થઇ હતી. રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી પાસે રિપોર્ટ માંગ્યો હતો.

    follow whatsapp