અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા રાહ જોયા બાદ આખરે પોતાના ઉમેદવારોની 17 મી યાદી જાહેર કરી દીધી છે. વિપુલ ચૌધરી જો આપમાં જોડાય તો તેમને ફાળવવા માટે ટિકિટ આપી શકાય તેમાટે આમ આદમી પાર્ટી દ્વારા ખેરાલુ,વિસનગર અને માણસા સીટ પરથી ઉમેદવારો જાહેર કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીને આશા હતી કે વિપુલ ચૌધરી આપમાં જોડાઇ શકે છે. જો કે આજે અર્બુદા સેના દ્વારા કાર્યક્રમના આયોજન બાદ કોઇ પણ પક્ષમાં નહી જોડાવાની રણનીતિ નક્કી થતા હવે આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે.
ADVERTISEMENT
ઉત્તરગુજરાતની ત્રણ સીટો પર સ્થિતિ સ્પષ્ટ
આમ આદમી પાર્ટી દ્વારા ખેરાલુ સીટ પરથી દિનેશ ઠાકોરને ઉતારવામાં આવ્યા છે. વિસનગરમાં જયંતીલાલ પટેલને ઉતારવામાં આવ્યા છે. માણસામાંથી ભાસ્કર પટેલને ટિકિટ આપી છે. પાદરમાંથી સંદિપ રાજ સિંહને ઉતારવામાં આવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા પોતાની 17 મી યાદી જાહેર કરવમાં આવી છે. આ પ્રકારે ગુજરાતના ઋષીકેશ પટેલની સામે જયંતી પટેલને ઉતાર્યા છે.
વિપુલ ચૌધરીના કારણે સીટો પર ઉમેદવારો જાહેર નહોતા કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જેના કારણે તે જ્યાં જ્યાંથી લડવાના હોય તે તમામ સીટો પર આમ આદમી પાર્ટી દ્વારા ચહેરા ઉતારાયા નહોતા. ભાજપ દ્વારા પણ 2 સીટો ખાલી રાખવામાં આવી છે. જો કે વિપુલ ચૌધરી આહ્વાહીત આજના સંમેલનમાં સ્થિતિ સ્પષ્ટ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવી છે અને પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT